સ્વદેશી મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ સફળ

25 January, 2023 10:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આઇઆઇટી મદ્રાસ દ્વારા વિકસાવવામાં આવેલી ભારઓએસને કારણે ગૂગલની ઍન્ડ્રૉઇડ અને ઍપલની આઇઓએસ સિસ્ટમ પર ભારતે અવલંબિત રહેવું નહીં પડે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : મોબાઇલ કોઈ પણ હોય, પરંતુ એની ઑપરેટિંગ સિસ્ટમ ગૂગલની ઍન્ડ્રૉઇડ અને ઍપલની આઇઓએસ જ હોય છે, પરંતુ પહેલી વાર મદ્રાસની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) દ્વારા ‘BharOS’ (ભારઓએસ) નામની ઑપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિનિસ્ટર ફૉર કમ્યુનિકેશન, ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍન્ડ એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને એનું ટેસ્ટિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે ૮ વર્ષ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરી હતી ત્યારે ઘણા લોકોએ તેમની મજાક ઉડાડી હતી, પરંતુ આજે ટેક્નૉક્રેટ, ઇનોવેટર્સ, ઇન્ડસ્ટ્રીઝ અને પૉલિસી મેકર્સે અને શૈક્ષણિક સંસ્થાનોએ તેમના વિઝનને સફળ કરી દેખાડ્યું છે. ભારઓએસ પ્રોજેક્ટને ભારત સરકારે ભંડોળ પૂરું પાડ્યું હતું, આ ઑપરેટિંગ સિસ્ટમને આઇઆઇટી મદ્રાસ પ્રવર્તક ટેક્નૉલૉજી ફાઉન્ડેશનના સહકારથી જેનડીકે ઑપરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. 

national news narendra modi new delhi make in india technology news tech news indian institute of technology google apple