આજે જ દિલ્હીને આપે 490 મીટ્રિક  ટન ઑક્સિજન, નહીંતર આ.. - HCનો કેન્દ્રને નિર્દેશ

01 May, 2021 06:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉર્ટે સ્પષ્ટ કહ્યું છે કે એવું ન કરવા પર તેમને અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કૉર્ટે અહીં બત્રા હૉસ્પિટલમાં ઑક્સીજનની અછતને કારણે આઠ લોકોના નિધનને ધ્યાનમાં લીધા અને સરકારને કહ્યું, "બસ ઘણું થયું."

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી હાઇકૉર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે દિલ્હીને નક્કી કરેલ ઑક્સીજનમાંથી શનિવારે જ 490 મીટ્રિક ટન પ્રાણવાયુની આપૂર્તિ કરે. કૉર્ટે સ્પષ્ટ કહ્યું છે કે એવું ન કરવા પર તેમને અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવો પડશે. કૉર્ટે અહીં બત્રા હૉસ્પિટલમાં ઑક્સીજનની અછતને કારણે આઠ લોકોના નિધનને ધ્યાનમાં લીધા અને સરકારને કહ્યું, "બસ ઘણું થયું."

દિલ્હીમાં લોકો મરી રહ્યા છે, અમે આંખો બંધ કરી લેશું?
હાઇ કૉર્ટે કેન્દ્રને પૂછ્યું, "તમને શું લાગે છે કે જ્યાં દિલ્હીમાં લોકો મરી રહ્યા છે તો અમે આંખો બંધ કરી લેશું?" કૉર્ટે પોતાનો આદેશ ટાળવાની ના પાડી દીધી અને કહ્યું, "પાણી માથાની ઉપર આવી ગયું છે." HCએ કહ્યું કે સરકારે દિલ્હી માટે ઑક્સીજન આવંટન કર્યું છે અને તેને આ પૂરું કરવું જોઇએ.

કેટલીય હૉસ્પિટલમાં ઑક્સીજનની અછત
દિલ્હીમાં ઑક્સીજનની અછત હજી પણ થઈ રહી છે. હાઇ કૉર્ટે કેટલાય દિવસોથી સુનાવણી કરી રહ્યા છે પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીને પોતાના નક્કી કરેલા ક્વૉટાની તુલનામાં 180 મીટ્રિક ટન ઓછું ઑક્સીજન મળ્યું છે. આથી દિલ્હીની અનેક હૉસ્પિટલમાં ફરી એકવાર ઑક્સીજનની અછત થવા લાગી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કેન્દ્ર સરકારે દિલ્હીને બાકીનું ઑક્સીજન આપવાની અપીલ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ઑક્સીજન માટે નક્કી કરેલા ક્વૉટા મુજબ દિલ્હીને દરરોજ 490 મીટ્રિક ટન ઑક્સીજન આપવાનું છે. મુખ્યમંત્રી કેજરીવાલ પ્રમાણે શુક્રવારે દિલ્હીને ફક્ત 312 મીટ્રિક ટન ઑક્સીજન આપવામાં આવ્યું જે નક્કી કરવામાં આવેલા જથ્થા કરતાં ઘણું ઓછું છે.

national news coronavirus covid19 new delhi delhi high court