દિલ્હીનો વરસાદ ટ્વિટર યુર્ઝસ માટે લાવ્યો મીમ્સનો વરસાદ

11 September, 2021 04:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીમાં વર્ષ ૨૦૧૦ પછી પહેલી વાર આટલો વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

રાજધાની દિલ્હીમાં શુક્રવાર મોડી રાત્રે શરુ થયેલો વરસાદ શનિવારે પણ ચાલુ જ છે. આ વર્ષે દિલ્હીના વરસાદે ૧૧ વર્ષ જુનો રેકૉર્ડ તોડી દીધો છે. દિલ્હીમાં વરસાદનું સ્તર ૧,૦૦૦ મિલીમીટરને વટાવી ગયું છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. દિલ્હી અને એનસીઆરમાં આગામી કેટલાક કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એલર્ટ જાહેર કર્યું છે.

જોરદાર ગાજવીજ અને ભારે પવન વચ્ચે દિલ્હીમાં પારો પણ ૩થી ૪ ડિગ્રી ઘટી ગયો છે. બીજી બાજુ, સોશ્યલ મીડિયા પર ટ્વિટર યુર્ઝસ આ રેકૉર્ડબ્રેક વરસાદની મજા મીમ્સ દ્વારા ઉઠાવી રહ્યાં છે.

આવો એક નજર નાખીએ મીમ્સ પર :

આ જોતા લાગે છે કે, દિલ્હીનો વરસાદ ટ્વિટર યુર્ઝસ માટે જાણે મીમ્સનો વરસાદ લઈને આવ્યો છે.

national news delhi new delhi rains delhi rains twitter