28 December, 2025 07:50 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શનિવારે ઉત્તર પ્રદેશનાં ૬૮ શહેરોમાં શીતળ લહેરને કારણે યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન ધુમ્મસ એટલું છવાઈ ગયું કે અનેક શહેરી વિસ્તારોમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. અયોધ્યા-સીતાપુર સહિત ૨૩ જિલ્લાઓમાં આ સીઝનની પહેલી વાર ઠંડીની રેડ અલર્ટ જાહેર થઈ છે.
ઉત્તરાખંડના ૬ જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર થઈ છે અને ૩૦ ડિસેમ્બર સુધી આઠમા ધોરણ સુધીની સ્કૂલો બંધ જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને બિહારનાં અનેક શહેરોમાં તાપમાન ૯ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ધુમ્મસને કારણે ૧૫૦ ટ્રેનો લેટ થઈ હતી.
કાશ્મીરમાં માઇનસ તાપમાનને કારણે ઠેર-ઠેર બરફ જામવા લાગ્યો છે. શ્રીનગરમાં માઇનસ ૨.૬ ડિગ્રી અને ગુલમર્ગ-સોનમર્ગમાં માઇનસ ૫.૮ ડિગ્રી ઠંડી હતી.