આગામી દિવસોમાં પણ ઘણાં રાજ્યોમાં હીટવેવની આગાહી

22 April, 2026 09:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાત્રિનું તાપમાન ત્રણથી ૪ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધશે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય હવામાન ખાતાએ આગામી થોડા દિવસોમાં અનેક રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપી હતી જેમાં ઘણાં રાજ્યોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે. હાલમાં જ્યાં રાત્રે ઠંડક થાય છે એવા વિસ્તારોમાં પણ રાત્રે ગરમી લાગશે. મહત્તમ તાપમાન નૉર્થ-વેસ્ટર્ન ભારતમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ૨૪થી ૨૬ એપ્રિલ દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. ગરમીના મોજા સાથે ગરમ અને ભેજવાળું હવામાન આરોગ્ય માટે ખતરનાક છે.

બિહાર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિભાગ, પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં આજથી રાતો ગરમ રહેશે.

national news india indian meteorological department bihar haryana chandigarh punjab uttar pradesh