પશ્ચિમ બંગાળ અને ​ત્રિપુરામાં હીટવેવને કારણે સ્કૂલો બંધ

18 April, 2023 12:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક ભાગમાં ૪ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી અને દેશના ઉત્તર-પશ્ચિમ ​પ્રદેશમાં આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે એવી આગાહી ગઈ કાલે હવામાન વિભાગે કરી હતી. પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક ભાગમાં ૪ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહી શકે છે. સિક્કિમ, ઓડિશા અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. ​

ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સહાએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે હીટવેવની સ્થિતિને કારણે ૨૩ એપ્રિલ સુધી રાજ્યમાં તમામ સરકારી સ્કૂલો બંધ રહેશે. ​ત્રિપુરામાં છેલ્લા ત્રણ દિવસથી ૩૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. 

પશ્ચિમ બંગાળમાં પણ હીટવેવ જેવી સ્થિતિને કારણે શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. બે પર્વતીય જિલ્લા દાર્જીલિંગ અને કલીમપોંગ સિવાય રાજ્યમાં તમામ જગ્યાએ સ્કૂલ-કૉલેજો અને યુનિ​વર્સિટીઓને ૨૩ એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

national news west bengal tripura Weather Update new delhi