વીતેલા છ દિવસમાં કાશ્મીરમાં ફાયરિંગની એક પણ ઘટના નહીં: પોલીસનો દાવો

12 August, 2019 09:37 AM IST  |  નવી દિલ્હી

વીતેલા છ દિવસમાં કાશ્મીરમાં ફાયરિંગની એક પણ ઘટના નહીં: પોલીસનો દાવો

ફાઈલ ફોટો

કૉન્ગ્રેસની કાર્યકારી કમિટીની બેઠકમાં કાશ્મીર મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સરકાર અને વડા પ્રધાન મોદી પારદર્શિતાની સાથે દેશની પ્રજાને જાણ કરે કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ કેવી છે. ત્યાં જ જમ્મુ-કાશ્મીર પોલીસે નિવેદન જાહેર કરી સ્પષ્ટ કરી દીધું છે કે છેલ્લા છ દિવસમાં ફાયરિંગની એક પણ ઘટના બની નથી. લોકોએ અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં.

જમ્મુ-કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોટ્‌ર્સને વખોડ્યા હતા જેમાં ઘાટીમાં હિંસા થઈ હોવાની જાણ કરવામાં આવી હતી. કાશ્મીરના આઇજીપી એસ.પી. પાનીએ એક વિડિયોને જાહેર કરીને જણાવ્યું હતું કે ‘ઘાટીમાં વિતેલા સપ્તાહમાં આવી કોઈ ઘટના બની નથી અને તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયાને અપીલ કરે છે કે જવાબદારી સાથેના સમાચાર જ લોકોને બતાવે.’

આ પણ વાંચો : કલમ-370 હટાવવાથી કાશ્મીરમાં આતંકવાદનો સફાયો થશે: અમિત શાહ

કૉન્ગ્રેસની સીડબ્લ્યુસી બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરીને રાજ્યની સ્થિતિ ખાસ કરીને મુખ્ય રાજકીય દળોના નેતાઓની ધરપકડ અને અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસની વર્કિંગ કમિટી બેઠક દ્વારા મને બોલાવવામાં આવ્યો હતો કેમ કે આગામી અધ્યક્ષની પસંદગીની ચર્ચા વચ્ચે સમાચાર આવ્યા કે જમ્મુ-કાશ્મીરમાં કેટલીક વસ્તુઓ ખોટી થઈ રહી છે. હિંસા અને લોકો માર્યા ગયા હોવાના અહેવાલ મળ્યા છે.

jammu and kashmir national news rahul gandhi