અનંતનાગમાં ડેપ્યુટી કમિશ્નરની ઑફિસને નિશાન બનાવીને હુમલો, 14 લોકો ઘાયલ

05 October, 2019 02:20 PM IST  |  અનંતનાગ

અનંતનાગમાં ડેપ્યુટી કમિશ્નરની ઑફિસને નિશાન બનાવીને હુમલો, 14 લોકો ઘાયલ

પ્રતિકાત્મક તસવીર

જમ્મૂ કશ્મીરમાં સામાન્ય લોકોએ તેમના ફરમાનોને નકારતા હતાશ આતંકીઓએ શનિવારે અનંતનાગમાં જિલ્લા કમિશ્નરની ઑફિસ પર ગ્રેનેડ હુમલો કર્યો. IANSના અનુસાર આ હુમલમામાં લગભગ 14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં એક બાળક સહિત ત્રણ સુરક્ષાકર્મીઓ સામેલ છે. હુમલા બાદ ફરાર થયેલા આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ માટે અભિયાન શરૂ કર્યું છે.

જાણકારી અનુસાર, આ હુમલો આજે સવારે 11 વાગ્યા આસપાસ કરવામાં આવ્યો. આ દરમિયાન ડેપ્યુટી કમિશ્નરની ઑફિસમાં સ્થાનિક લોકોની ભીડ હતી, ત્યારે જ ત્યાં છુપાયેલા આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. ગ્રેનેડ ડેપ્યુટી કમિશ્નરની ઑફિસ પાસેથી જ ફાટ્યો.

ત્રણની હાલત ગંભીર
વિસ્ફોટ બાદ ત્યાં અફરા તફરી મચી ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાં હાજર સુરક્ષાકર્મીઓ વિસ્ફોટનો અવાજ સાંભળીને તરત ત્યાં પહોંચી ગયા. તેમણે આખા પરિસરને ઘેરી લીધું અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા. જેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે હાલ આધિકારીક રીતે આંકડાઓની પુષ્ટિ નથી કરવામાં આવી. સાથે જ પોલીસ અને સીઆરપીએફના જવાનોએ આસપાસના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને જોતા તપાસ પણ કરી.

કશ્મીર હંમેશા આતંકીઓના નિશાને રહ્યું છે. અહીં આતંકી હુમલા થતા જ રહે છે. એવામાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ અહીં આતંકી હુમલાની સંભાવના વધી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓને સતત આતંકી હુમલાના ઈનપુટ મળી રહ્યા છે.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

આર્ટિકલ 370 હટાવ્યા બાદ અલર્ટ
કશ્મીર હંમેશા આતંકીઓના નિશાને રહ્યું છે. અહીં આતંકી હુમલા થતા જ રહે છે. એવામાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ અહીં આતંકી હુમલાની સંભાવના વધી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓને સતત આતંકી હુમલાના ઈનપુટ મળી રહ્યા છે.

jammu and kashmir terror attack