12 November, 2025 11:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મંદિરની અંદર પણ નુકસાન થયું હતું
લાલ કિલ્લા પાસે લાલ બત્તીના સિગ્નલ પર સોમવારે સાંજે કારમાં થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના જૈન દિગંબર મંદિરના કાચ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. મંદિરની ઑફિસમાં હજી પણ કાચના ટુકડા પથરાયેલા છે અને એવું લાગે છે જાણે કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય. શ્રી દિગંબર જૈન લાલ મંદિરમાં કામ કરતા પ્રદીપે જણાવ્યું હતું કે ‘હું મારી ઑફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે વિસ્ફોટથી કાચ તૂટી ગયો. વિસ્ફોટ ખૂબ જ મોટો હતો. મને લાગ્યું કે કદાચ મારા રૂમમાં ગૅસ જમા થવાને કારણે કાચ તૂટી ગયો હશે, પરંતુ જ્યારે મેં બહાર જોયું ત્યારે ભારે નાસભાગ ચાલતી હતી અને ઘણો અવાજ થયો હતો. મેં લોકોને દોડતા જોયા. મંદિરની અંદર પણ નુકસાન થયું હતું. અમે તાત્કાલિક મંદિરની બહાર પીવાના પાણીની વ્યવસ્થા કરી દીધી હતી.’