કૉન્ગ્રેસ વડા પ્રધાનપદ વિના ગઠબંધન સરકારમાં સામેલ થવા તૈયાર : આઝાદ

17 May, 2019 10:30 AM IST  |  દિલ્હી

કૉન્ગ્રેસ વડા પ્રધાનપદ વિના ગઠબંધન સરકારમાં સામેલ થવા તૈયાર : આઝાદ

ગુલામ નબી આઝાદ

લોકસભાની ચૂંટણીમાં ભલે હજી એક તબક્કાનું મતદાન બાકી છે, પરંતુ કૉન્ગ્રેસે બહુમતી ન મળવાની સ્થિતિમાં ગઠબંધનના સંકેત આપી દીધા છે, એટલું જ નહીં, કૉન્ગ્રેસનું કહેવું છે કે જો અમને ગઠબંધનમાં પીએમનું પદ નહીં મળે તો પણ કોઈ સમસ્યા નથી. કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુલામ નબી આઝાદે કહ્યું કે પાર્ટીનો એકમાત્ર ઉદ્દેશ એનડીએને કેન્દ્રમાં ફરી એક વખત સરકાર બનાવતાં રોકવાનું છે.

આઝાદે કહ્યું કે ‘અમે પહેલાં જ અમારુંં સ્ટૅન્ડ ક્લિયર કરી ચૂક્યા છીએ. જો કૉન્ગ્રેસના પક્ષમાં સહમતી બને છે તો અમે નેતૃત્વ સ્વીકારીશું, પરંતુ અમારું લક્ષ્ય હંમેશાં એ રહ્યું છે કે એનડીએની સરકાર સત્તામાં પાછી ફરવી ન જોઈએ. અમે સવર્‍સહમતીથી લેવાયેલા નર્ણિય સાથે જઈશું. કૉન્ગ્રેસ લીડરની આ વાત પરથી સંકેત જાય છે કે પાર્ટી લોકસભાની ચૂંટણીનાં પરિણામને લઈને ખાસ ઉત્સાહી દેખાતી નથી અને બીજેપીને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટો ત્યાગ આપવા પણ તૈયાર છે.’

કૉન્ગ્રેસ મહાસચિવે કહ્યું કે જ્યાં સુધી અમને પીએમનું પદ ઑફર કરાતું નથી ત્યાં સુધી અમે કંઈ પણ કહીશું અને કોઈ પણ જવાબદારી સંભાળવા પર અમને કોઈ વાંધો નહીં હોય. આપને જણાવી દઈએ કે ગૃહપ્રધાન રાજનાથ સિંહે મંગળવારે વિપક્ષને પડકાર ફેંકતાં કહ્યું હતું કે જો એને સામાન્ય ચૂંટણીમાં જીતવાનો વિશ્વાસ છે તો પીએમપદના પોતાના ઉમેદવારની જાહેરાત કરે.

આ પણ વાંચોઃ મોદી અમારા પર લાગેલા આરોપ સાબિત નહીં કરે તો જેલમાં મોકલીશ : મમતા બૅનરજી

કૉન્ગ્રેસના સિનિયર લીડર કપિલ સિબલે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેમની પાર્ટીને બહુમતી મળવાના ચાન્સ નથી. એક ઇન્ટરવ્યુમાં કૉન્ગ્રેસના નેતાએ કહ્યું હતું કે કૉન્ગ્રેસને પોતાના દમ પર બહુમતી મળવાના ચાન્સ નથી, પરંતુ કૉન્ગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધનની સરકાર બની શકે છે, એટલું જ નહીં, કપિલ સિબલે કહ્યું કે જો કૉન્ગ્રેસને સામાન્ય ચૂંટણીમાં ૨૭૨ સીટ મળી તો રાહુલ ગાંધીને પીએમપદ માટે નૉમિનેટ કરવા જોઈએ.

ghulam nabi azad congress Election 2019