Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોદી અમારા પર લાગેલા આરોપ સાબિત નહીં કરે તો જેલમાં મોકલીશ : મમતા બૅનરજી

મોદી અમારા પર લાગેલા આરોપ સાબિત નહીં કરે તો જેલમાં મોકલીશ : મમતા બૅનરજી

17 May, 2019 10:06 AM IST | મથુરાપુર

મોદી અમારા પર લાગેલા આરોપ સાબિત નહીં કરે તો જેલમાં મોકલીશ : મમતા બૅનરજી

મમતા બેનર્જી

મમતા બેનર્જી


લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં પશ્ચિમ બંગાળ રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને મમતા બૅનરજી વચ્ચેનો જંગ ઊઠ-બેસ અને જેલમાં ધકેલી દેવા સુધી પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે મથુરાપુરમાં રૅલીને સંબોધિત કરતાં મમતા બૅનરજીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આટલું જૂઠું બોલવા બદલ ઊઠ-બેસ કરવી જોઈએ. તેઓએ ચૂંટણીપંચને બીજેપીનો ભાઈ ગણાવીને જેલમાં જવા તૈયાર હોવાનો પડકાર ફેંક્યો હતો. સાથે જ મમતાએ પીએમ મોદી અને અમિત શાહને જેલમાં મોકલી દેવાની ધમકી આપતાં કહ્યું કે આરોપ સાબિત કરો, નહીંતર હું તમને જેલમાં મોકલી દઈશ.

મમતાએ મોદી પર નિશાન તાકતાં કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ વિદ્યાસાગરની મૂર્તિ બનાવશે. બંગાળ પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. શું તેઓ ૨૦૦ વર્ષ જૂનું હેરિટેજ પાછું લાવી શકે છે? અમારી પાસે પુરાવા છે અને તમે કહો છો કે ટીએમસીએ કર્યું છે. શું તમને શરમ નથી આવતી?



આ ઉપરાંત મમતાએ રૅલીમાં કહ્યું કે ગઈ રાતે અમને જાણ થઈ કે બીજેપીએ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરી હતી જેથી નરેન્દ્ર મોદીની રૅલી બાદ અમે કોઈ રૅલી ન કરી શકીએ. ચૂંટણીપંચ બીજેપીનો ભાઈ છે. પહેલાં એ નિષ્પક્ષ હતો અને હવે દેશમાં સૌકોઈ કહી રહ્યા છે કે ચૂંટણીપંચ બીજેપીને વેચાઈ ગયું છે.


આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, આપ્યો નવો શબ્દ 'Modilie'

રામમંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરીને મમતાએ કહ્યું કે પાંચ વર્ષમાં રામમંદિર તો બનાવી શક્યા નહીં અને હવે વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માગો છો? બંગાળના લોકો તમારી પાસે ભીખ નહીં માગે. મમતા બૅનરજીએ પડકાર ફેંકતાં કહ્યું કે મને ખરાબ લાગી રહ્યું છે, પણ મારી પાસે બોલવા જેવું કાંઈ નથી. હું આમ કહેવા બદલ જેલમાં જવા તૈયાર છું. હું સાચું બોલતાં ડરતી નથી. બીજેપીના અધ્યક્ષ અમિત શાહના રોડ-શોમાં બબાલ અને સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડ્યા બાદ ટીએમસી અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ છે, એટલું જ નહીં, રૅલીમાં મમતા બૅનરજીએ ઈજીજીને આતંકવાદી સંગઠન ગણાવ્યું અને અમિત શાહને ગુંડા પણ કહી દીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 10:06 AM IST | મથુરાપુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK