કોઇમ્બતુર: મિત્ર સાથે પાર્કમાં ગયેલી સગીરા પર ગૅન્ગરેપ:4 આરોપીઓની ધરપકડ

02 December, 2019 01:24 PM IST  |  Chennai

કોઇમ્બતુર: મિત્ર સાથે પાર્કમાં ગયેલી સગીરા પર ગૅન્ગરેપ:4 આરોપીઓની ધરપકડ

કોઇમ્બતુરમાં થયો ગેંગ રેપ

(જી.એન.એસ.) તાજેતરમાં હૈદરાબાદ ગૅન્ગરેપ-મર્ડરકેસે સમગ્ર ભારતમાં આક્રોશ પેદા કર્યો છે એવામાં દક્ષિણ ભારતના તામિલનાડુમાં એક સગીરા પર ગૅન્ગરેપના કિસ્સાએ લોકોને હચમચાવી દીધા છે. તામિલનાડુના કોઇમ્બતુરમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્ર સાથે પાર્કમાં ગયેલી એક સગીરા પર 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ મામલામાં 4 જણની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ ૨૨થી ૨૫ વર્ષના છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ફરિયાદ અનુસાર 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા તેના મિત્ર સાથે 26 નવેમ્બરે પોતાના જન્મદિવસની ઉજવણી માટે એક પાર્કમાં ગઈ હતી. ઘરે પાછી ફરતી હતી ત્યારે રાતે 9 વાગ્યે 6 નરાધમોએ તેમના પર હુમલો કરીને તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ તેના મિત્રને ઢોરમાર માર્યો હતો અને સગીરાને અન્ય સ્થળે લઈ ગયા પછી તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ બળાત્કારીઓએ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો.

chennai Crime News