ભારતમાં 2050 સુધીમાં સાડા ત્રણ કરોડ લોકો પર પૂરનો ખતરો..

30 October, 2019 11:41 AM IST  |  મુંબઈ

ભારતમાં 2050 સુધીમાં સાડા ત્રણ કરોડ લોકો પર પૂરનો ખતરો..

ક્લાઈમેટ ચેન્જથી પૂરનો ખતરો

ભારતમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું ન થવાના કારણે આવનારા દિવસોમાં સ્થિતિ ભયાનક થવાની છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ગ્રીન હાઉસ ગેસના વધતા જતા ઉત્સર્જનથી ભારતમાં 2050 સુધીમાં લગભગ 3.6 કરોડ લોકો દર વર્ષે પૂરની ઝપેટમાં આવે તેવો ખતરો રહેશે. અભ્યમાં જળવાયુ પરિવર્તનના પ્રભાવથી શહેરો, અર્થવ્યવસ્થાઓ અને તટરેખાઓ પર પડનારી અસરને બતાવવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 2100 સુધીમાં સમુદ્રમાં જળસ્તર વધવાના કારણે 4.4 કરોડ લોકોને દર વર્ષે પૂરની ઝપેટમાં આવવાનું જોખમ રહેશે. એટલું જ નહીં છ એશિયાઈ દેશો ભારત, ચીન, વિયેતના, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં 2050 સુધી દર વર્ષે કિનારા પર પૂર આવવાનો ખતકો રહેશે, અમેરિકાની એનજીઓ ક્લાઈમેટ સેન્ટ્રલના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે છ એશિયાઈ દેશો પર ખૂબ જ અસર થશે.

અભ્યાસના તારણો ક્લાઈમેટ સેન્ટ્રલ દ્વારા વિકસીત કરવામાં આવેલા નવા ડિજિટલ એલિવેશન મોડેલ કોસ્ટલ ડીઈએમ પર આધારિત છે. એનજીઓના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધી બે દેશ, જાપાન અને ફિલિપીંસમાં પણ દર વર્ષે પૂર આવી શકે છે. જ્યાં 2.2 કરોડ લોકો તેનો ભોગ બનાવાનો ખતરો છે.

જળવાયું પરિવર્તનના પડી રહેલા મારનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ભારતમાં આ વખતે ચોમાસા દરમિયાન વરસાદ અને પૂરથી 22 રાજ્યોના 25 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ચોમાસામાં અનિયમિત અને ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 399 લોકોના જીવ ગયા. જ્યારે ગુજરાતમાં આ આંકડો 169 છે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

સરકારે જાહેર કરેલા આંકડાઓ જણાવે છે કે આ વર્ષે ભારતના 357 જિલ્લા પૂર અને ભૂલ્ખલનથી પ્રભાવિત થયા. આ આપદામાં 738 લોકો ઘાયલ થયા અને 20,000 પશુઓના જીવ ગયા. 1.09 લાખ ઘર, 2.05 લાખ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થાય. 14.14 લાખ હેક્ટરનો પાક તબાહ થઈ ગયો.  વરસાદનું અનિયમિત ચક્ર એવું છે કે નવેમ્બર શરૂ થઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે આવા સમયે વરસાદ નથી પડતો.

environment