Electoral Bond Details: આજે ફરી SCએ SBIનો ઉઘડો લીધો, બૉન્ડ નંબર સહિતની પૂરી માહિતી માગી

18 March, 2024 12:04 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Electoral Bond Details: આજની સુનાવણીમાં SBI દ્વારા શૅર કરવામાં આવેલ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો અધૂરી હોવાનું નોંધવામાં આવ્યું હતું

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

આજે સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ (Electoral Bond Details)ને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ફરમાન કર્યું છે કે અમે તમારી પાસેથી જે માહિતી માંગીએ છીએ તે તમે અત્યાર સુધી આપી શક્યા નથી. અમે તમારી પાસેથી જે પણ માહિતી (Electoral Bond Details) માંગી છે તે આપવા માટે તમે બંધાયેલા છો. અને તમારે દરેક માહિતી વિગતવાર આપવી જ પડશે. 

આજની સુનાવણીમાં SBI દ્વારા શૅર કરવામાં આવેલ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો અધૂરી હોવાનું નોંધવામાં આવ્યું હતું. પાંચ જજની બેન્ચે અગાઉ બેંકને ક્ષતિ સમજાવવા નોટિસ સુદ્ધા પાઠવી હતી અને મામલાની સુનાવણી 18મી માર્ચે આયોજિત કરી હતી. 

એસબીઆઇએ પૂરી માહિતી આપી નથી, જે આપવાની રહેશે

આ સાથે જ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે હજી સુધી SBIએ બોન્ડ નંબર (Electoral Bond Details) પણ આપ્યા નથી. એસબીઆઇએ એ બૉન્ડ નંબર આપવાના રહેશે. તેટલું જ નહીં કોર્ટે એસબીઆઇને બોન્ડ સંબંધિત દરેક માહિતી પણ આપવા કહ્યું છે. 

SBIએ કહ્યું કે અમે બૉન્ડ નંબર આપીશું

આ સાથે જ સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું હતું કે તમારે એ એફિડેવિટ આપવી જોઈએ કે તમે અમને આપવાની કોઈ માહિતી છુપાવી નથી. જ્યારે કોર્ટે આવું કહ્યું ત્યારે SBIએ જણાવ્યું હતું કે અમે ઈલેક્ટોરલ બોન્ડ નંબર પ્રદાન કરીશું.

શું કહ્યું ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે?

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પોતાની વાત મૂકતાં જનવ્યું હરું કે ચુકાદો સ્પષ્ટ હતો કે એસબીઆઇએ તમામ વિગતો (Electoral Bond Details) જાહેર કરવાની જરૂર છે... આ માહિતીમાં કૈં જ પસંદગીયુક્ત ન હોવું જોઈએ. કોઈપણ માહિતી છુપાવવાની નથી. 

એટલું કહીને તેઓએ આગળ ઉમેર્યું હતું કે કોર્ટ ઈચ્છે છે કે ચૂંટણી બોન્ડ્સ સંબંધિત તમામ માહિતી (Electoral Bond Details) જાહેર કરવામાં આવે જે તમારા કબજામાં છે. કોર્ટ ધારે છે કે તમે અહીં રાજકીય પક્ષ માટે હાજર નથી હોતા”

એસબીઆઇએ કહ્યું કે અમે બૉન્ડ નંબર શૅર કરીશું 

“જો નંબર આપવાના હોય તો અમે આપીશું. તે કોઈ સમસ્યા નથી,” સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું. તેમણે એમ કહીને બેંકનો બચાવ કર્યો હતો કે એપ્રિલ 2019માં કોર્ટના વચગાળાના નિર્દેશની તેની સમજના આધારે ડિસ્ક્લોઝરની વર્તમાન સ્થિતિ છે.

તમને જણાવી દઈએ કે ગયા જ અઠવાડિયે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ ભારતના ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા માટે ફરીથી બોલાવવામાં આવી હતી. આયોગે અગાઉ સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલ ચૂંટણી બોન્ડની વિગતો (Electoral Bond Details) ધરાવતા સીલબંધ કવરને પરત કરવાની માંગ કરી હતી, એમ કહીને કે તેણે ગોપનીયતા જાળવવા નકલો જાળવી રાખી નથી.

state bank of india Lok Sabha Election 2024 election commission of india national news india supreme court