ટ્રાન્સલેટર ન સમજી શક્યો રાહુલ ગાંધીનું ઇંગ્લિશ:સોશ્યલ મીડિયા પર મજાક

18 April, 2019 08:09 AM IST  |  કેરળ

ટ્રાન્સલેટર ન સમજી શક્યો રાહુલ ગાંધીનું ઇંગ્લિશ:સોશ્યલ મીડિયા પર મજાક

સોશિયલ મીડિયા પર ઉડી મજાક

દક્ષિણ ભારતમાં ચૂંટણીપ્રચારમાં નેતાઓના ટ્રાન્સલેટર કંઈક એવું કરી દે છે અથવા એવું કંઈક બોલી દે છે જેના કારણે નેતાઓની મજાક ઊડે છે. તાજેતરમાં કૉન્ગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આવું જ થયું હતું. તેઓ મંગળવારે ચૂંટણીપ્રચાર માટે કેરળ પહોંચ્યા હતા. અહીં તેઓ એક રૅલીમાં વડા પ્રધાન મોદી સામે વિવિધ મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યા હતા, પરંતુ તેમના ટ્રાન્સલેટરના કારણે તેઓ ટ્રોલ થયા હતા. એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃજાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

હકીકતમાં રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યા હતા. તેમના ભાષણને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે સ્ટેજ પર રાહુલની બાજુમાં એક ટ્રાન્સલેટર પણ હાજર હતા. રાહુલ ગાંધીએ ઇંગ્લિશમાં કહ્યું કે મોદી લોકોને એવું કહે છે કે મને વડા પ્રધાન નહીં, ચોકીદાર બનાવો. પરંતુ રાહુલના ટ્રાન્સલેટર આ વાત સમજી ન શક્યા. આ જોઈને રાહુલ ગાંધીને પણ હસવું આવી ગયું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી ટ્રાન્સલેટરની નજીક જઈને એ લાઇન તેમને ફરી કહી હતી ત્યારે ટ્રાન્સલેટરને એ વાત સમજાઈ હતી.

 

rahul gandhi congress Election 2019 kerala