ચૂંટણી 2019 એક્ઝિટ પોલમાં આ પાર્ટીને મળી સૌથી વધારે સીટ

19 May, 2019 08:52 PM IST  | 

ચૂંટણી 2019 એક્ઝિટ પોલમાં આ પાર્ટીને મળી સૌથી વધારે સીટ

(ફોટો: જાગરણ)

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના રુઝાનમાં એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળતી જોવા મળી રહી છે જો કે યૂપીમાં 150થી ઓછી સીટો મળતી જોવા મળી રહી છે. એેક્ઝિટ પોલમાં રુઝાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના દાવાઓને સાબિત કરતા જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2019ના છેલ્લા તબક્કામાં 60 ટકા વધારે મતદાન થયું હતું. દોઢ મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી. ચૂંટણી પૂરી થવાની સાથે જ એક્ઝિટ પોલના રુઝાન આવવાના શરુ થઈ ગયા છે. જણાવી દઈએ કે,ચૂંટણી પરિણામ 23મેના જાહેર કરવામાં આવશે જો કે એક્ઝિટ પોલથી ભાવી સરકારની એક તસવીર બનતી જોવા મળે છે.

ટાઈમ્સ નાઉ અને વીએમઆરના રુઝાનો અનુસાર એનડીએને પૂર્ણ બહુમત મળતી જોવા મળી રહી છે. આ સર્વે પ્રમાણે એનડીએને 306 સીટો મળી જોવા મળી રહી છે. રુઝાનોમાં અન્યને 104 સીટો મળતી જોવા મળી રહી છે. 2014 ચૂંટણીમાં એક્ઝિટ પોલના દાવા પ્રમાણે એનડીએ 10 વર્ષમાં સતારૂઢ કૉન્ગ્રેસને સત્તા બહાર કરવામાં સફળ રહી હતી. 2014માં એક એજન્સીના દાવો કર્યો હતો કૉન્ગ્રેસ 100 કરતા વધુ સીટો મેળવશે જો કે કૉન્ગ્રેસ માત્ર 44 સીટો મેળવી શકી હતી.

એક્ઝિટ પોલના રિઝલ્ટ અને વોટિંગના રિઝલ્ટ ક્યારેક પોલના રુઝાન જેટલા તો ક્યારેક રુઝાનથી બિલકુલ વિપરીત હોય છે. વર્ષ 2014માં બધા જ પોલ ખરા ઉતર્યા હતા. લોકસભા ચૂંટણીમાં મોદી લહેર જોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 2019માં યોજાયેલ ચૂંટણીમાં એક્ઝિટ પોલ પરીણામો અનુસાર આ વખતે પણ મોદી લહેર જોવા મળી શકે છે. એક્ઝિટ પોલ અનુસાર આ ચૂંટણીમાં 300 કરતા વધારે સીટો મળવાની સંભાવના છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં જન્મ્યું પ્લાસ્ટિક બેબી, છ લાખ બાળકોમાં એક બાળક જન્મે છે

એક્ઝિટ પોલ પ્રમાણે કુલ સીટોમાં 2014 ચૂંટણીના મુકાબલે ક્યાક ઘટાડો જોવા મળી રહ્યો છે તો ક્યાક વધારો જોવા મળી શકે છે. આ વખતે પણ ગુજરાતમાં મોદી લહેર સંપૂર્ણપણે જોવા મળી શકે છે. 2014માં ગુજરાતની 26 લોકસભા સીટો પૈકી તમામ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.

national news Election 2019 bharatiya janata party congress narendra modi rahul gandhi