Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં જન્મ્યું પ્લાસ્ટિક બેબી, છ લાખ બાળકોમાં એક બાળક જન્મે છે

રાજસ્થાનમાં જન્મ્યું પ્લાસ્ટિક બેબી, છ લાખ બાળકોમાં એક બાળક જન્મે છે

19 May, 2019 02:25 PM IST | રાજસ્થાન

રાજસ્થાનમાં જન્મ્યું પ્લાસ્ટિક બેબી, છ લાખ બાળકોમાં એક બાળક જન્મે છે

કોલોડિયન બેબી

કોલોડિયન બેબી


રાજસ્થાનમાં નાગૌર જિલ્લાનાી રાજકીય જવાહરલાલ નેહરૂ હૉસ્પિટલની મધર એન્ડ ચાઇલ્ડ વિંગમાં વિશ્વની દુર્લભ બીમારી ધરાવતું કોલોડિયન બેબી જન્મ્યુ છે. બાળકની હાથ અને પગની આંગળીઓ પરસ્પર જોડાયેલી હોવાની સાથે સાથે આખા શરીર પર જાણે પ્લાસ્ટિક જેવી સ્કિનની લેયર ચડેલી હતી. ડૉક્ટર્સનું કહેવું છે કે આ બીમારી છ લાખ બાળકોમાંથી એક બાળકને થાય છે. એમાં ટરમીટોસિસ હોય છે, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ધીમે ધીમે કેટલાય પ્રકારની તકલીફો વધે છે. બાળક અત્યારે ડૉક્ટર્સની દેખરેખમાં છે.

અમૃતસર અને અલવરમાં પણ જનમ્યા હતાં આવા બાળકો



મળતી માહિતી પ્રમાણે નાગૌર જિલ્લાના ભગવાનદાસ ગ્રામ નિવાસી સહદેવની પત્ની રમા નામની મહિલાએ આ બાળકને જન્મ આપ્યો છે. રમાનું આ પાંચમું બાળક છે, આ પહેલા તેના ત્રણ બાળકોનું મૃત્યુ થઇ ચૂક્યું છે અને ચોથું બાળક જીવે છે. હવે આ પાંચમું બાળક જન્મ્યું તો દુર્લભતમ બીમારીગ્રસ્ત થયું છે. પ્લાસ્ટિક જેવી લેયરમાં જન્મેલા બાળકને જોઇને ડૉક્ટર્સ પણ હેરાન છે.


સહદેવે જણાવ્યું કે પત્નીને ગાયનેક સમસ્યા હોવાથી પ્રસવ માટે હૉસ્પિટલમાં દાખલ કરાવી. તે વખતે કોઇએ નહોતું વિચાર્યું કે પ્લાસ્ટિક બેબી જન્મ્શે. બાળકનું વજન 2.3 કિલો છે. હૉસ્પિટલના ડૉક્ટર મૂલારામ કડેલાએ જણાવ્યું કે જેનેટિક ડિસઑર્ડરના કારણે થાય છે અને વિશ્વભરમાં છ લાખ બાળકોના જન્મ પર એક બાળક આવુ જન્મે છે. આ પહેલા અલવરમાં પણ એક આવા બાળકનો જન્મ થયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 અને 2017માં અમૃતસરમાં બે કોલોડિયન બાળકોનો જન્મ થયો હતો, દુર્ભાગ્યવશ બન્નેની થોડાંક જ દિવસોમાં મોત થયું હતું. ડૉક્ટર્સે જણાવ્યું કે એક રિસર્ચ પ્રમાણે કોલોડિયન બેબીનો જન્મ જેનેટિક ડિસઑર્ડરને કારણે થાય છે, એવા બાળકોની ત્વચામાં સંક્રમણ થાય છે. કોલોડિયન બેબીનો જન્મ ક્રોમોસોમ (શુક્રાણુઓ)માં ગરબડને કારણે થાય છે.


આ પણ વાંચો : Lok Sabha Election 2019: બપોર 1 વાગ્યા સુધી થયું આટલું મતદાન

સામાન્ય રીતે મહિલા અને પુરુષોમાં 23-23 ક્રોમોસોમ હોય છે, જો બન્નેના ક્રોમોસોમ સંક્રમિત થાય અને જન્મ લેનાર બાળક કોલોડિયન થઈ શકે છે. આ રોગમાં બાળકના શરીર પર પ્લાસ્ટિક જેવી લેયર ચડી જાય છે. ધીમે ધીમે લેયર તૂટવા લાગે છે અને અસહ્ય વેદના થાય છે અને જો સંક્રમણ વધે તો તેનું જીવન બચાવવું મુશ્કેલ હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 02:25 PM IST | રાજસ્થાન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK