બિહાર:મહાગઠબંધન પર મહોર, 20 બેઠક પર RJDઅને 9 બેઠક પર કોંગ્રેસ લડશે

22 March, 2019 05:42 PM IST  |  બિહાર

બિહાર:મહાગઠબંધન પર મહોર, 20 બેઠક પર RJDઅને 9 બેઠક પર કોંગ્રેસ લડશે

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ (ફાઈલ ફોટ)

ઉત્તરપ્રદેશમાં ગઠબંધનમાં ભલે સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ ન કરી હોય. પરંતુ બિહારમાં કોંગ્રેસ ગઠબંધનનો ભાગ બનાવામાં સફળ રહી છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી પર સહમતી સધાઈ છે. નક્કી થયા મુજબ રાજદ 20, કોંગ્રેસ9, રાલોસપા 5, હમ 3, વીઆઈપી 3 અને રાજદના ક્વોટામાંથી ભાકપા માલે એક બેઠક પર ચૂંટણી લડશે. આ જાહેરાતની સાથે જ પહેલા તબક્કામાં જે ચાર બેઠકો પર મતદાન થવાનું છે, તેના ઉમેદવારો પણ જાહેર કરી દેવાયા છે.

મહાગઠબંધનમાં નક્કી થયા પ્રમાણે ગયા અને ઔરંગાબાદની બેઠકો હમ એટલે કે હિન્દુસ્તાની આવામ મોરચાને ફાળે ગઈ છે, તો જમુઈને બેઠક પરથી RLSPના ઉમદવાર લડશે. જ્યારે નવાદની બેઠક પર RJDના ઉમેદવાર ઉભા રહેશે. ગયાથી હમના જીતન માંઝી, નવાદથી રાજદના વિમા દેવી, જમુઈથી રાલોસપાના ભૂદેવ ચૌધરી, ઔરંગાબાદથી હમના ઉપેન્દ્ર પ્રસાદ ઉમેદવાર હશે. જ્યારે નવાદથી વિધાનસભા સીટ પર હમના ધીરેન્દ્ર કુમાર સિંહ ઉર્ફે મુન્ના અને ડેહરીથી રાજદના મોહમ્મદ ફિરોઝ ઉમેદવાર હશે. આ પહેલા આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ જાણકારી આપી કે, શરદ યાદવ આરજેડીના સિંબલ પર મધેપુરાથી ઉમેદવાર હશે. બાદમાં તેમની પાર્ટીનો વિલય આરજેડીમાં કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે શરૂ કરી નવી ઇનિંગ, નવી દિલ્હીથી કરી શકે ઓપનિંગ

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશમાં સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં સામેલ નહોતી કરી. તો બિહારની વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધને કમાલ કરીને સત્તા મેળવી હતી. જો કે પાછળથી નીતિશકુમારની જેડીયુએ મહાગઠબંધન સાથે છેડો ફાડી ભાજપનો ટેકો લઈ સરકાર બનાવી લીધી. ત્યારે હવે આ વખતે જેડીયુ વગરનું ગઠબંધન લોકસભાની ચૂંટણી લડશે.

Election 2019 bihar congress rashtriya janata dal