Eid Milad-un-Nabi 2021: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદ સહિત આ નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

19 October, 2021 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી છે.

ફાઇલ ફોટો

ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર આજે ઊજવવામાં આવી રહ્યો છે. આ તહેવારને બારાવાફત પણ કહેવાય છે. એટલા માટે મુસ્લિમ સમાજના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઊજવે છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભેચ્છા પાઠવતા લખ્યું કે “મિલાદ-ઉન-નબી પર અભિનંદન! ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે. દયા અને ભાઈચારાના ગુણો હંમેશા પ્રબળ રહે. હેપી ઈદ.”

તે જ સમયે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે “ઈદ-એ-મિલાદ-ઉન-નબી, પયગંબર મોહમ્મદના જન્મદિવસના શુભ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું. ચાલો આપણે બધા પ્રોફેટ મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈએ અને સમાજની સમૃદ્ધિ માટે અને દેશમાં શાંતિ અને સુખ જાળવવા માટે કામ કરીએ.”

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું “મિલાદ-ઉન-નબીના પ્રસંગે મારી શુભેચ્છાઓ. આપણે કરુણા, શાંતિ અને ભાઈચારાની ભાવનાથી માર્ગદર્શન મેળવીએ. ઈદ મુબારક!”

આ સિવાય લોકસભાના સ્પીકર ઓમ બિરલા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને એનસીપી નેતા સુપ્રિયા સુળેએ પણ ઈદની શુભેચ્છા પાઠવી છે. ઓમ બિરલાએ કહ્યું લખ્યું “હેપી ઈદ-એ-મિલાદ-ઉન-નબી. આ દિવસે, આપણે સમાજમાં શાંતિ, સંવાદિતા, પરસ્પર પ્રેમની ભાવનાને મજબૂત કરતી વખતે દેશની પ્રગતિ અને દેશવાસીઓના કલ્યાણમાં સક્રિયપણે ભાગ લેવાના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરીએ છીએ.