Earthquake in Delhi-NCR: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, ઉત્તરાખંડમાં પણ ભૂકંપ

24 January, 2023 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથૌરાગઢ અને અલ્મોડમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. આંચકા એટલા ઊંડા હતા કે ઘરો-ઑફિસોમાં પણ લોકોએ આને અનુભવ્યા.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હી-NCRમાં મંગળવારે બપોરે ભૂકંપના આકરા આંચકા અનુભવાયા છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડમાં પણ અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથૌરાગઢ અને અલ્મોડમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. આંચકા એટલા ઊંડા હતા કે ઘરો ઑફિસોમાં પણ લોકોએ આને અનુભવ્યા. જો કે, અત્યાર સુધી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ભૂકંપ દરમિયાનના વીડિયો આવ્યા સામે
નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી પ્રમાણે, ભૂકંપ બપોરે 28 મિનિટે આવ્યો. આની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનની 10 કિમી અંદર કહેવામાં આવી રહ્યું છે.

આ પહેલા 5 જાન્યુઆરીના પણ દિલ્હી NCRમાં ભૂકંપના આકરા આંચકા અનુભવવામાં આવ્યા. જમ્મૂ કાશ્મીરમાં ધરતી ધ્રૂજી હતી. ત્યાં પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. આનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદૂ કુશ વિસ્તાર હતો.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના:SIT દ્વારા જપ્ત દસ્તાવેજોને નગરપાલિકાએ માંગ્યા પરત,સરકારને કરી અપીલ

કેમ આવે છે ભૂકંપ?
ધરતી મુખ્ય રીતે ચાર સ્તરથી બનેલી છે. ઇનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ. ક્રસ્ટ અને ઉપરી મેન્ટલ કોરને લિથોસ્ફેયર કહેવામાં આવે છે. હવે આ 50 કિલોમીટરનું મોટું લેયર અને વર્ગોમાં વહેંચાયેલું છે જેને ટેકટોનિક પ્લેટ્સ કહેવામાં આવે છે. એટલે કે ધરતીની ઉપરનું લેયર 7 ટેક્ટોનિક પ્લેટોથી મળીને બની છે. આ પ્લેટ ક્યારેય સ્થિર થતી નથી, આ સતત હલતી રહે છે, જ્યારે આ પ્લેટ એકબીજા તરફ વધે છે તો અંદરોઅંદર અથડાય છે. અનેક વાર આ પ્લેટ તૂટી પણ જાય છે. આમના અથડાવાથી મોટી સંખ્યામાં ઊર્જા નીકળે છે જેનાથી વિસ્તારમાં હલચલ મચે છે. અનેક વાર આ આંચકા ખૂબ જ ઓછી તીવ્રતાના હોય છે, આથી અનુભવાતા પણ નથી. જ્યારે ઘણીવાર એટલી વધારે તીવ્રતાના હોય છે, કે ધરતી પણ ફાટી જાય છે.

national news new delhi delhi earthquake