રશિયન વેક્સીન સ્પુતનિક-વીની કિંમત જાહેર, 995.4 રૂપિયામાં મળશે એક ડૉઝ

14 May, 2021 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રશિયન વેક્સીન સ્પૂતનિક-વીના એક ડૉઝની કિંમત 995.40 રૂપિયા હશે, જો કે જ્યારે ભારતમાં સ્પૂતનિક-વી વેક્સીનનું નિર્માણ શરૂ થશે, ત્યારે તેની કિંમત ઓછી હશે.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કોવવિશીલ્ડ અને કૉવાક્સીન પછી હવે વધુ એક વેક્સીન સ્પૂતનિક-વી પણ આવતા અઠવાડિયાથી ભારતમાં ઉપલબ્ધ હશે. ભારતમાં સ્પુતનિક-વીની આયાત કરનારી કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે માહિતી આપતા જણાવ્યું કે વેક્સીન માટે લગભગ 1000 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

સ્પૂતનિક-વી વેક્સીનના એક ડૉઝની કિંમત 995.4 રૂપિયા
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે જમાવ્યું કે આયાત કરવામાં આવેલી સ્પૂતનિક-વીની કિંમત 948 રૂપિયા છે, જેના પર 5 ટકાની જીએસટી લાગશે. તેના પછી વેક્સીનની કિંમત 995.4 રૂપિયા થઈ જશે. જો કે, જ્યારે ભારતમાં સ્પૂતનિક-વી વેક્સીનનું નિર્માણ શરૂ થશે, ત્યારે તેની કિંમત ઓછી હશે.

1 મેના ભારત પહોંચી ગઈ હતી સ્પૂતનિક-વીનો પહેલો ઑર્ડર
રશિયમાં બનેલી સ્પૂતનિક-વનો પહેલો ઑર્ડર 1 મેના રોજ ભારત પહોંચી ગયો હતો અને બીજો ઑર્ડર પણ એકાદ બે દિવસમાં આવી જશે. ડૉય રેડ્ડીઝ લેબે જણાવ્યું કે આ વેક્સીનને 13 મેના સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરી, કસૌલીથી પરવાનગી મળી ગઈ છે અને આવતા અઠવાડિયાથી માર્કેટમાં ઉપલબ્ધ હશે. વેક્સીનનું સૉફ્ટ લૉન્ચિંગ કરતા ડૉક્ટર રેડ્ડીઝ લેબે શુક્રવારે હૈદરાબાદમાં એક વ્યક્તિને વેક્સીનનો પહેલો ડૉઝ મૂકવામાં આવ્યો.

દેશમાં 24 કલાકમાં 343144 નવા કેસ સામે આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 43 હજાર 144 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 4000 લોકોના જીવ ગયા. ત્યાર બાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 40 લાખ 46 હજાર 809 થઈ ગઈ છે, જ્યારે 2 લાખ 62 હજાર 317 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડાઓ પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખ 44 હજાર 776 લોકો સ્વસ્થ થયા. જેના પછી કોવિડ-19થી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 2 કરોડ 79 હજાર 599 થઈ ગઈ છે. આની સાથે જ દેશમાં એક્ટિવ કેસમાં પણ ઘટાડો આવ્યો છે અને દેશમાં 37 લાખ 04 હજાર 829 લોકોની સારવાર થઈ રહ્યા છે.

coronavirus covid vaccine covid19 russia national news