ડીએમકેના નેતાની પુત્રીના ઘરે દરોડોઃ ટી.એમ.સી.એ મોદી-શાહને વખોડ્યા

03 April, 2021 11:46 AM IST  |  New Delhi | Agency

ડી.એમ.કે. અને એમ. કે. સ્ટાલિનની સામે રાજકીય વેરભાવથી કરવામાં આવતી કાર્યવાહીને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ.’  

ડીએમકેના નેતાની પુત્રીના ઘરે દરોડોઃ ટી.એમ.સી.એ મોદી-શાહને વખોડ્યા

નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ) તામિલનાડુના રાજકીય પક્ષ દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (ડી.એમ.કે.)ના પ્રમુખ એમ. કે. સ્ટાલિનની પુત્રી સેન્થામરાઈના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડવાની ઘટનાને તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના નેતાએ વખોડી હતી. દ​ક્ષિણના રાજ્યની ઘટના બાબતે પૂર્વના રાજ્યના શાસક પક્ષના નેતા તરફથી જવલ્લે જ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવતી હોય છે. પરંતુ પાંચ વિધાનસભાઓની ચૂંટણીના માહોલમાં તૃણમૂલ કૉન્ગ્રેસના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓબ્રાયને બીજેપી, વડા પ્રધાન અને ગૃહપ્રધાન પર પ્રહારો કર્યા હતા.
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે ‘ડી.એમ.કે.ના નેતા સ્ટાલિનનાં પુત્રી સેન્થામરાઈના ઘર પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સર્ચ કરી. એમાં નવું શું છે? મોદી-શાહના ઇશારે સેન્ટ્રલ એજન્સીઝ કામ કરે છે. તામિલનાડુમાં જે રાજકીય હરીફ સામે જીતી શકાય એમ ન હોય ત્યાં રાજકીય વેરઝેરથી પગલાં લેવાઈ રહ્યાં છે. ડી.એમ.કે. અને એમ. કે. સ્ટાલિનની સામે રાજકીય વેરભાવથી કરવામાં આવતી કાર્યવાહીને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ.’  

national news narendra modi amit shah