ઍનિમલ્સમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ, ચાર સિંહ પૉઝિટિવ

20 June, 2021 08:35 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

જૈવિક ઉદ્યાનના ઉપનિર્દેશકે જણાવ્યું કે આ વર્ષે ૧૧ મેએ ડબલ્યુએચઓએ વાઇરસના બી.૧.૬૧૭.૨ પ્રકારને ચિંતાજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વધુ સંક્રામક છે.

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈ : તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરીગનર અન્ના જૈવિક ઉદ્યાનમાં કોવિડ-19થી સંક્રમિત ચાર સિંહના નમૂનાની જીનોમ સિક્વેન્સિંગથી ખબર પડી છે કે આ વાઇરસ બી.૧.૬.૧૭.૨ પ્રકારથી સંક્રમિત હતા જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ડેલ્ટા નામ આપ્યું છે.
ઉદ્યાન તરફથી આ જાણકારી આપવામાં આવી છે. જૈવિક ઉદ્યાનના ઉપનિર્દેશકે જણાવ્યું કે આ વર્ષે ૧૧ મેએ ડબલ્યુએચઓએ વાઇરસના બી.૧.૬૧૭.૨ પ્રકારને ચિંતાજનક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વધુ સંક્રામક છે.

chennai national news coronavirus covid19