વડાપ્રધાન મોદી, વિરાટ કોહલી સહિત અનેક લોકો પર આતંકી હુમલાનું જોખમ

29 October, 2019 07:16 PM IST  |  New Delhi

વડાપ્રધાન મોદી, વિરાટ કોહલી સહિત અનેક લોકો પર આતંકી હુમલાનું જોખમ

વિરાટ કોહલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આતંકી હુમલાની આશંકા (PC : Jagran)

New Delhi : ભારતમાં ક્રિકેટને બીજા ધર્મ ગણવામાં આવે છે. ત્યારે અત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી સહિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના લોકો પર આતંકી હુમલાનું જોખમ વધી ગયું છે. ત્યારે આ તમામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને 3 નવેમ્બરના રોજ દિલ્ગીની અરૂણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી સીરિઝની પહેલી ટી20 મેચને લઇને દિલ્હી પોલીસ અને BCCI સકર્ત થઇ ગઇ છે. હાલ દિલ્હી પોલીસે ટીમ ઇન્ડિયાની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે.


દિલ્હી પોલીસને મળ્યો ગુમનામ પત્ર
દિલ્હી પોલીસે NIA(નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ને મળેલા એક ગુમનામ પત્ર બાદ આ આદેશને જાહેર કર્યો હતો. NIAએ બાદમાં આ પત્રને BCCIને મોકલી દેવામાં આવ્યો હતો.


પત્રમાં કોહલી, મોદી, અમિત શાહ સહીતના નામનો ઉલ્લેખ
દિલ્હી પોલીસે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NIAને મળેલા પત્રની યાદીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું નામ પણ સામેલ છે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

કેરળનું સગંઠન હુમલો કરી શકે છે
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, આ અજાણ્યા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઝિકોડનું ઓલ ઈન્ડિયા લશ્કર નામનું સંગઠન કોહલી સહિત ઘણા નેતાઓને નિશાન બનાવી શકે છે. આ પત્ર ખોટો પણ હોઈ શકે છે, પરંતુ તેમ છતા ખતરાની આશંકાને જોતા તેને નજરઅંદાજ ન કરી શકાય. આ જ કારણે સ્ટેડિયમ અને તમામ ખેલાડીઓની સુરક્ષાની સમીક્ષા કરાઈ રહી છે.

virat kohli narendra modi national news