દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ કરી રદ

10 June, 2021 05:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 પરીક્ષાઓ રદ કરી છે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ પરિણામ મળશે.

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના કહેરને કારણે દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ-19ના સંક્રમણને લીધે શિક્ષણ પર થયેલી અસરને ધ્યાને રાખી દિલ્હી સરકારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ રદ કરી છે. આ અંગે દિલ્હીના નાયબ  અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ માહિતી આપી છે.

શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કરી જણાવ્યું કે ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓનું પરિણામ મિડ ટર્મ એક્ઝામમાં મેળવેલા અંકોના આધાર જાહેર કરવામાં આવશે. પરીક્ષા સાથે સંબંધિત સત્તાવાર નોટિસ જલદી દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવશે. 

વધુમાં તેમણે કહ્યું કે આ ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ 22 જૂન,2021ના રોજ ઓનલાઈન એજ્યુકેશનલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું પરિણામ મેળવી શકશે. નોંધનીય છે કે ધોરણ 9 અને 11ની પરીક્ષા જે 12 એપ્રિલે યોજાવાની હતી તેને કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી રદ કરી હતી. 

new delhi education delhi news national news