દરભંગા-અમદાવાદ એક્સપ્રેસના ડબ્બામાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

07 September, 2019 10:28 AM IST  |  દરભંગા

દરભંગા-અમદાવાદ એક્સપ્રેસના ડબ્બામાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

દરભંગા-અમદાવાદ એક્સપ્રેસના ડબ્બામાં લાગી આગ

બિહારમાં બે દિવસમાં બીજી વાર ટ્રેનમાં આગ લાગી છે. શનિવારની સવારે દરભંગા-અમદાવાદ એક્સપ્રેસમાં આગ લાગી ગઈ. ટ્રેનનો ડબ્બો સળગવા લાગ્યો. જેના કારણે અફરા તફરી મચી ગઈ. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. જો કે અત્યાર સુધી કોઈ તેના પર કાંઈ જ બોલવા તૈયાર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા જ બુધવારે રાત્રે બિહાર ક્રાંતિમાં આગ લાગી ગઈ હતી. જો કે તે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ત્યારે ટ્રેન યાર્ડમાં ઉભી હતી.

મળી રહેલી પ્રારંભિક જાણકારી અનુસાર, શનિવારની સવારે દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ દરભંગા સ્ટેશનમાં આવેલા યાર્ડમાં ઉભી હતી. ત્યારે તેમાં આગ લાગી. આગની જ્વાળાઓ જોતા જ ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. લોકોની ભીડ મોકા પર પહોંચી. જાણકારી મળી કે ટ્રેનના જનરલ કોચની સ્પેર બોગીમાં આગ લાગી.

ઘટનાની સૂચના મળતા જ આરપીએફ ઈન્સ્પેક્ટર જવાહર લાલ, જીઆરપી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સુનીલ કુમાર દ્વિવેદી, સ્ટેશન અધીક્ષક અશોક કુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તેઓ તમામ સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ કેવી રીતે લાગી, તે હજી સુધી ખબર નથી પડી. જો કે બે દિવસમાં બનેલી આ બીજી ઘટનાએ રેલવેમાં હડકંપ મચાવી દીધી છે.

આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

જણાવી દઈએ કે બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર બુધવારની મોડી રાત્રે બિહાર ક્રાંતિ એક્સપ્રેસમાં આગ લાગી હતી. જો કે સારી વાત એ હતી કે ટ્રેનમાં એ સમયે કોઈ નહોતું, કારણ કે ટ્રેન ગુરૂવારની સવારે ચાલવાની હતી. એ સમયે દરભંગા સ્ટેશન સ્થિત યાર્ડમાં શંટિંગ દરમિયાન ટ્રેન ઉભી હતી.

bihar ahmedabad