Sputnik Vની મંજૂરી બાદ હવે ટૂંકમાં મળશે ડોઝ, ભારતમાં બનશે 85 કરોડ ડોઝ

13 April, 2021 04:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રશિયન બનાવટની કોવિડ રસી સ્પુતનિત વીને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. તેમ જ સમાચાર અનુસાર દેશમાં પાંચ ફાર્મા કંપનીઓ દ્વારા સ્પુતનિક વીની વેક્સિનને બનાવવામાં આવશે અને વાર્ષિક 850 મિલિયન (85 કરોડ) રસીનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય - મિડ-ડે)

રશિયન બનાવટની કોવિડ રસી સ્પુતનિત વીને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. તેમ જ સમાચાર અનુસાર દેશમાં પાંચ ફાર્મા કંપનીઓ દ્વારા સ્પુતનિક વીની વેક્સિનને બનાવવામાં આવશે અને વાર્ષિક 850 મિલિયન (85 કરોડ) રસીનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલના અંત સુધીમાં ભારતને આ રસીની માત્રા મળી શકે છે.

ભારતના ડ્રગ રેગ્યુલેટર, ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)ની વિશેષ સમિતિ દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ રશિયન રસીને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઈઝેશનના વિષય એક્સપર્ટે સોમવારે દેશમાં ભયંકર કોરોનાની બીજી લહેર બાદ એને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે રસીના અભાવને લઈને ઘણા રાજ્યોમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે.

ડૉ રેડ્ડીઝ દ્વારા ભારતમાં ઉત્પાદિત સ્પુતનિક વી 9.16 ટકા સુધી અસરકારક છે. ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ સ્પુતનિક-વીને સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સંક્રમણ રોકવામાં અસરકારક બાદ જ એને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે આ મૉર્ડન અને ફાઈઝર બાદ સૌથી વધુ અસરકારક છે. તેમ જ વેક્સિન ભારતમાં પહેલેથી જ ક્લીનિકલ ટ્રાયલના ત્રીજા ચરણમાં છે અને ડૉ રેડ્ડીઝે ફેબ્રુઆરીમાં વેક્સિનના તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપવા માટે ફેબ્રુઆરીમાં અરજી કરી હતી. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં સૌથી અસરકારક આ વેક્સિનને 59 દેશોમાં માન્ય કરવામાં આવી છે. હવે ભારત 60મો દેશ છે.

એક નિવેદનમાં રશિયાના આરડીઆઈએફ (રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડ)એ કહ્યું કે ભારત સૌથી વસતી ધરાવતો દેશ છે જ્યાં રશિયન રસીને મંજૂરી આપવામાં આવી છે. કૂલ 60 દેશોની વસતી જ્યાં સ્પુતનિક વીના ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. જેમાંથી 3 બિલિયન લોકો અથવા વૈશ્વિક વસતીના લગભગ 40 ટકા લોકોનો સમાવેશ થાય છે.

આરડીઆઈએફ ભારતમાં જે પાંચ દવા કંપનીઓના સાથે એક મોટી માત્રામાં વેક્સિન બનાવવામાં આવી છે, એમાં ગ્લેન્ડ ફાર્મા, હેટેરો બાયો ફાર્મા, પેનેશિય બાયોટેક, સ્ટેલિસ બાયોફાર્મા, વિરચો બાયોટેક છે. ઉદ્દેશ દર વર્ષે 850 મિલિયનથી વધુ ડોઝનું ઉત્પાદન કરવાનું છે. ચાલો આપણે જાણીએ કે દેશમાં હાલમાં એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી છે. રશિયન વેક્સિન સ્પુતનિક આ બન્નેના મુકાબલે વધારે અસરકારક હોવાનું કહેવાય છે.

national news coronavirus covid19 new delhi