કોરોનાનો ફરી નવો રેકૉર્ડ: છેલ્લા 24 કલાકમાં 19,906 નવા કેસ નોંધાયા

28 June, 2020 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાનો ફરી નવો રેકૉર્ડ: છેલ્લા 24 કલાકમાં 19,906 નવા કેસ નોંધાયા

ફાઈલ તસવીર

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. કોરોનાના આંકડાઓ દરરોજ એક નવો જ રેકૉર્ડ નોંધાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ તમામ રેકૉર્ડસ તોડયા છે અને એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 19,906 નવા કેસ નોંધાયા છે. તેમજ 410 દર્દીઓના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5,28,859 કેસ નોંધાયા છે. જ્યારે 2,03,051 એક્ટિવ કેસ છે. તેમજ અત્યાર સુધીમાં 16,095 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. તો બીજી બાજુ, 3,09,713 લોકો સારવાર બાદ સાજા થયા છે. વિશેષ, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ પ્રમાણે 27 જૂન સુધીમાં કોરોનાના 82,27,802 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 2,31,095 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં શનિવારે 6,368 નવા કેસ નોંધાયા હતા અને 167 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,59,133 થઈ ગઈ છે. જેમાંથી 67,600 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 7,273 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં કોરોનાના 615 નવા કેસ નોંધાયા છે અને 18 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક દિવસમાં પ્રથમ વખત 600થી વધારે કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  રાજ્યમાં કુલ 30,773 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

રાજસ્થાનમાં શનિવારે 284 નવા કેસ નોંધાયા હતા અને 11 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16,944 થઈ ગઈ છે. જેમાંથી 3,186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં શનિવારે 167 નવા કેસ નોંધાયા હતા અને 4 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12,965 થઈ ગઈ છે. જેમાંથી 2,444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં  શનિવારે 606 નવા કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21,549 થઈ ગઈ છે. જેમાંથી 6,685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

બિહારમાં શનિવારે શનિવારે કોરોનાના 302 નવા કેસ નોંધાયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8,980 થઈ ગઈ છે. જેમાંથી 1,992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.

coronavirus covid19 india maharashtra gujarat madhya pradesh uttar pradesh rajasthan bihar