Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 83,347 કેસ, 1,085 દર્દીઓનાં મોત

23 September, 2020 10:49 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 83,347 કેસ, 1,085 દર્દીઓનાં મોત

તસવીર: સુરેશ કારકેરા અને આશિષ રાજે

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. જોકે, છેલ્લા બે દિવસથી દરરોજ નોંધાતા કેસમાં ઘટાડો નોંધાય રહ્યો છે. છેલ્લા બે દિવસથી 90,000થી ઓછા કેસ નોંધાયા છે. ઘણા દિવસે આટલા ઓછ કેસ નોંધાતા રાહતનો શ્વાસ લીધો છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 56 લાખને પાર થઈ ગઈ છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 83,347 નવા કેસ નોંધાયા છે અને 1,085 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 56,46,011 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,68,377 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 45,87,614 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 90,020 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 18,390 નવા કેસ નોંધાયા છે અને 392 લોકોના મોત થયા છે. જ્યારે 20,206 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 12,42,770 થઈ ગયો છે. તેમાંથી 2,72,809 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 33,407 લોકો મૃત્યુ પામ્યા છે અને 9,36,554 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે, 1,402 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,321 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,26,169 થઈ ગયો છે. જેમાંથી 16,402 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,352 લોકોના મોત થયા છે અને 1,06,412 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 22 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 6,62,79,462 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે મંગળવારે 9,53,683 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 national news india maharashtra gujarat