Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 49,931 કેસ, 708 દર્દીઓનાં મોત

27 July, 2020 10:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 49,931 કેસ, 708 દર્દીઓનાં મોત

મુંબઈ સેન્ટ્રલની એક હૉસ્પિટલમાં કાર્યરત હૅલ્થ વર્કર (ફાઈલ તસવીર)

આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 49,931 નવા કેસ નોંધાયા છે અને 708 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 14,35,453 કેસ નોંધાયા છે. જેમાંથી 4,85,114 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 9,17,568 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 32,771 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 9,431 નવા કેસ નોંધાયા છે અને 267 લોકોના મોત થયા છે. જ્યારે 6,044 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,75,799 થઈ ગયો છે. તેમાંથી 1,48,905 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 13,656 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,13,238 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે અને હવે આંકડો 11,000ને પાર કરી ગયો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,110 નવા કેસ નોંધાયા હતા અને 21 લોકોના મોત થયા હતા. જ્યારે 753 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 55,822 થઈ ગયો છે. જેમાંથી 13,131 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,326 લોકોના મોત થયા છે અને 40,365 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે રવિવારે કોરોનાના 5,15,472 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે 26 જૂલાઈ સુધીમાં 1,68,06,803સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

coronavirus covid19 national news india gujarat maharashtra