Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,661 કેસ, 705 દર્દીઓનાં મોત

26 July, 2020 10:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,661 કેસ, 705 દર્દીઓનાં મોત

તસવીર: સતેજ શિંદે

દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ખરેખરે કોરોનાનો કહેર વર્તાયો છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 48,661 નવા કેસ નોંધાયા છે અને 705 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 13,85,522 કેસ નોંધાયા છે. જેમાંથી 4,67,882 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 8,85,557 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 32,063 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં 3,07,622 નવા કેસ આવ્યા છે. પરંતુ આ દરમિયાન 2,08,665 દર્દી સાજા પણ થઈ ગયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યામાં 93,860નો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 9,251 નવા કેસ નોંધાયા છે અને 257 લોકોના મોત થયા છે. જ્યારે 7,227 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,66,368 થઈ ગયો છે. તેમાંથી 1,45,785 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 13,389 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,07,194 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,081 નવા કેસ નોંધાયા હતા અને 22 લોકોના મોત થયા હતા. જ્યારે 782 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 54,626 થઈ ગયો છે. જેમાંથી 12,695 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,300 લોકોના મોત થયા છે અને 39,631 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 4,42,031 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સરકારી લૅબોરેટરીએ નવો રૅકોર્ડ સર્જતાં 3,62,153 સેમ્પટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી લૅબોરેટરીએ એક જ દિવસમાં 79,878 સેમ્પલ ટેસ્ટ કર્યા હતાં. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 25 જૂલાઈ સુધીમાં કોરોનાના 1,62,91,331 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

coronavirus covid19 national news india maharashtra gujarat