Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,513 કેસ, 768 દર્દીઓનાં મોત

29 July, 2020 11:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 48,513 કેસ, 768 દર્દીઓનાં મોત

તસવીર: પીટીઆઈ

દેશમાં કોરોના વાયરસ (COVID-19) બેકાબૂ થઈ રહ્યો છે. દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 48,513 નવા કેસ નોંધાયા છે અને 768 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 15,31,669 કેસ નોંધાયા છે. જેમાંથી 5,09,447 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 9,88,029 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 34,193 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 7,717 નવા કેસ નોંધાયા છે અને 282 લોકોના મોત થયા છે. જ્યારે 10,333 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,91,440 થઈ ગયો છે. તેમાંથી 1,44,998 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 14,165 લોકો મૃત્યુ પામ્યા છે અને 2,32,227 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાંય દિવસોથી સંક્રમિતોનો આંકડો 1,000ને પાર કરી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 1,108 નવા કેસ નોંધાયા હતા અને 24 લોકોના મોત થયા હતા. જ્યારે 1,032 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 57,982 થઈ ગયો છે. જેમાંથી 13,198 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,372 લોકોના મોત થયા છે અને 42,412 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે મંગળવારે કોરોનાના 4.08.855 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે 28 જૂલાઈ સુધીમાં 1,77,43,740 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

coronavirus covid19 national news india maharashtra gujarat