Coronavirus Outbreak Update : 14 એપ્રિલ સુધી દેશ લૉકડાઉનની PMની ઘોષણા

24 March, 2020 09:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak Update : 14 એપ્રિલ સુધી દેશ લૉકડાઉનની PMની ઘોષણા

કોરોનાનાં કેસિઝની સંખ્યા મહારાષ્ટ્રમાં ૧૦૭

20:30 IST

કોરોના વાઇરસનાં ટેસ્ટિંગની સવલતો માટે 15000 કરોડનુ પૅકેજ

દેશમાં કોરોનાવાઇરસ સામે લડત આપવા માટે સરકાર 15 હજાર કરોડનું પૅકેજ જાહેર કરી રહી છે. આઇસિયુ, વેન્ટિલેટર્સ તથા મેડિકલ વર્કર્સની અનિવાર્ય તાલીમ પણ તેનો હિસ્સો હશે. તમે તમારે માટે સતત કામ કરનારાઓને બિરદાવો તથા તેમના સ્વાસ્થ્યની પ્રાર્થના કરો. પણ ગમે તે થાય ઘરની બહાર ન નિકળશો.

20:20 IST

આગની જેમ પ્રસરે છે વાઇરસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનાં રિપોર્ટ અનુસાર આ વાઇરસથી સંક્રમિત એક માણસ સેંકડો લોકો સુધી માત્ર અઠવાડિયામાં જ આ રોગ પહોંચાડી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો બીજો આંકડો પણ અગત્યનો છે. પહેલાં કોરોનાવાઇરસને ૧ લાખ સુધી પહોંચવામાં શરૂઆતાં 67 દિવસ થયા પણ હવે 11 દિવસમાં જ 1 લાખ નવા લોકો સંક્રમિત થઇ ગયા. 2 લાખમાંથી 3 લાખને સંક્રમિત કરવામાં માત્ર ચાર દિવસ થયા. આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને તેને રોકવું બહુ મુશ્કેલ છે. અમેરિકા, સ્પેઇન, ઇટાલી, ઇરાનમાં કોરોનાએ ફેલાવાનું શરૂ કર્યું ત્યારે એ દેશોમાં સારી સવલત હોવા છતાં તેઓ તેને રોકી ન શક્યા.

20:15 IST

તમારા ઘરનાં દરવાજાની લક્ષ્મણ રેખા ન ઓળંગશો

સ્વાસ્થ્યનાં એક્સપર્ટ્સની માનીએ તો ૨૧ દિવસનો સમય બહુ જરૂરી છે. આ ૨૧ દિવસ નહીં સચવાય તો દેશ અને તમારો પરિવાર ૨૧ વર્ષ પાછળ જતો રહેશે. આજથી કોઇએ ઘરની બહાર ન જવું. ૨૧ દિવસ નહીં સચવાય તો તમારો પરિવાર બર્બાદ થઇ જશે, હું આ વાત તમારા પરિવારનાં સભ્ય તરીકે કહું છું. ઘરમાં રહો અને એક જ કામ કરો કે તમારા પોતાના ઘરમાં જ રહો. દેશ વ્યાપી લૉકડાઉને તમારા ઘરનાં દરવાજા પર લક્ષ્મણ રેખા દોરી દીધી છે અને તમારા ઘરની બહારનું તમારું એક પગલુ કોરોનાનાં રોગચાળાને તમારા ઘરમાં લાવી શકે છે.

20:10 IST

આખા દેશનું લૉકડાઉન, ૨૧ દિવસ સુધી

જનતા કર્ફ્યુએ સાબિત કર્યું કે ભારતીય લોકો કઇ રીતે એક થઇ શકે છે. આજ રાતથી આખા દેશનું લૉકડાઉન જાહેર કરાય છે. કોરોનાના રોગચાળા સામેની લડત માટે આ પગલું બહુ જ જરૂરી છે. ભારતે આ લૉકડાઉનની આર્થિક કિંમત વેઠવી પડશે પણ એકેએક ભારતીયનાં જીવનને બચાવવું ભારત સરકાર અને રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે.

19:45 IST

વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધશે

આજે સાંજે આઠ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધશે. આ પહેલા વડાપ્રધાને કોરોના વાયરસના સંબંધે ગત શુક્રવારે એટલે કે 20 માર્ચે જનતાનું સંબોધન કર્યું હતું. ત્યારે તેમણે 22 તારીખના જનતા કર્ફ્યુંનું એલાન કર્યું હતું અને સાંજે પાંચ વાગે જનતાના સેવકોને બિરાદવવાની વિનંતી પણ કરી હતી. હવે આજે સાંજે વડાપ્રધાન કઈ નવી જાહેરાત કરશે તેની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

19:35 IST

વગર કારણ મુસાફરી ટાળો

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તેમણે ખાધા-ખોરાકીની ચીજો અંગે બેઠક કરી અને આપણી પાસે તેનો પુરતો જથ્થો છે. સિદ્ધિવિનાયક અને લાલબાગ ચા રાજા પણ મદદમાં આગળ આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વગર કારણ મુસાફરી ટાળો અને અમારા સ્રોત પર તાણ પડે તેમ। કરશો. જો શક્ય હોય તો બહાર ન નિકળો અને આપણે તમારા સહકારી આમાંથી સફળતા પૂર્વક બહાર આવી શકીશું.

19:30 IST

મહારાષ્ટ્રમાં આજે છ નવા કેસિઝ નોંધાયા

મહારાષ્ટ્રમાં આજે નવા ૬ પૉઝિટીવ કેસિઝ નોધાયા છે જેનાથી મંગળવારે પૉઝિટીવ કેસિઝનો આંકડો 107 પર પહોંચ્યો છે. રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાંચ જણા મુંબઇમાં છે અને અન્ય એક કેસ અહેમદનગરનો છે.

19:00 IST

પશ્ચિમ બંગાળમાં વધુ બે કેસ પૉઝિટીવ

પશ્ચિમ બંગાળનાં રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતું કે ૫૫ વર્ષના પુરૂષ તથા ૫૫ વર્ષની મહિલાને કોરોનાવાઇરસ પૉઝિટીવ આવ્યો છે અને આમ પશ્ચિમ બંગાળમાં આંકડો નવ સુધી પહોંચ્યો છે. પુરૂષ ઇજિપ્તથી આવ્યો હતો તથા મહિલા યુનાઇટેડ કિંગ્ડમથી આવી હતી.

 

 18:47 IST

અમિત શાહે DCPને પગલાં લેવા સૂચના આપી

કેન્દ્રિય ગૃહ સચિવ અમિત શાહે દિલ્હીનાં પોલિસ કમિશનરને કહ્યું કે તેઓ એ તમામ ઘર માલિકો સામે પગલાં લે જે કોરોનાનાં દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટર્સ તથા નર્સિસનાં ઘર ખાલી કરાવવા દબાણ કરી રહ્યાં છે.

18:43 IST

માઇક્રોસોફ્ટનાં સત્યા નડેલાનાં પત્નિ અનુપમા વેણુગાપોલે તેલંગાણા સરકારને ૨ કરોડનું દાન આપ્યું

માઇક્રોસોફ્ટનાં સીઇઓ સત્યા નડેલાનાં પત્ની અનુપમા વેણુગોપાલે તેલંગાણા સરકારને કોરોનાવાઇરસ દરમિયાનનાં લૉકડાઉનમાં પુરવઠાને પહોંચ વળાય તે માટે ૨ કરોડ રૂપિયાનું દાન કર્યુ છે, તેના પિતા કે આર વેણુગાપોલે મુખ્યમંત્રીને ચેક હાથોહાથ આપ્યો.

18:40 IST

નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાવાઇરસ અંગે ડૉક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી. 

 18:29 IST

ઓલિમ્પિક્સ ૨૦૨૦ થઇ પોસ્ટપોન્ડ

જાપાન અને ઇન્ટરનેશલ ઓલિમ્પિક્સ કમિટીએ ટોક્યોમાં રમાનારી ઓલિસ્પિક્સ ૨૦૨૦ને ૨૦૧૨૧નાં ઉનાળામાં રમાડવાનો નિર્ણય કર્યો છે.

 18:23 IST

ભારતમાં Covid-19નાં કૂલ કેસિઝ ૫૯૧

ભારતમાં કોરોનાવાઇરસનાં પૉઝિટીવ કેસિઝનો આંકડો ૫૧૯ પર પહોંચ્યો છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યુ છે.

18:16 IST

શ્રીનગરમાં પહેલો દર્દી થયો સાજો

સારા સમચાર એ છે કે શ્રીનગરમાં પહેલો કોરોના પૉઝિટવ કેસ સફળતા પૂર્વક સાજો થયો છે જે અંગે શેર-આઇ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સનાં ડિરેક્ટર શાહિદ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જમ્મુ અને કાશ્મીરે જાહેર કર્યું.

 18:02 IST

બિન જરૂરી વાહનો માટે પેટ્રોલ ડીઝલ નહીં

 પુનાનાં જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે બધાં જ પેટ્રોલ તથા ડિઝલનાં પંપ કોઇપણ વાહનોને પેટ્રોલ કે ડીઝલ પુરાં નહીં પાડે. માત્ર એવા જ વાહનોને ઇંધણ મળશે જે ઇમર્જન્સી સેવાઓમાં કાર્યરત હોય.

 18:00 IST

રાજેશ ટોપેઃ બધાં OPD કર્ફ્યુમાં કામ કરે

મહારાષ્ટ્રનાં પબ્લિક હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ રાજ્યનાં ખાનગી ડૉક્ટર્સને સુચના આપી છે કે તેમના ઓપીડીને કોરોનાવાઇરસ આઉટબ્રેક દરમિયાન બંધ ન કરે.