ચારે તરફથી ઘેરાયા બાદ દિગ્વિજય સિંહે નિવેદન પરથી ફર્યા, કર્યો બચાવ

01 September, 2019 01:51 PM IST  |  નવી દિલ્હી

ચારે તરફથી ઘેરાયા બાદ દિગ્વિજય સિંહે નિવેદન પરથી ફર્યા, કર્યો બચાવ

નિવેદન આપીને ફસાયા દિગ્વિજય સિંહ

ભારતીય જનતા પાર્ટીને લઈને પોતાના વિવાદિત નિવેદનને લઈને દિગ્વિજય સિંહ ચારેતરફ આલોચના થયા બાદ ફરી ગયા છે. તેમણે પોતાના નિવેદન પર સફાઈ આપતા કહ્યું કે કેટલીક ચેનલો એવું ચલાવી રહી છે કે મે ભાજપ પર એવો આરોપ લગાવી રહી છે કે તેઓ ISIથી પૈસા લઈને પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા છે. આ ખોટું છે. બજરંગ દળ અને ભાજપના આઈટી સેલે પદાધિકારી દ્વારા આઈએસઆઈ પાસેથી પૈસા લઈને પાકિસ્તાન માટે જાસૂસી કરતા મધ્યપ્રદેશ પોલીસે પકડ્યું છે. મે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ આઈએસઆઈ પાસેથી પૈસા લઈને પાકિસ્તાન માટે જાસૂસી કરે છે. આ ખોટું છે.

શિવરાજે કરી દિગ્વિજય સિંહની આલોચના
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રસેના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના વિવાદિત નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'દિગ્વિજય સિંહ જાણી કરીને આવા નિવેદન આપે છે. તેઓ અને તેમના નેતા પાકિસ્તાનની ભાષા બોલે છે. તેમની વિશ્વસનીયતા વધી જ નથી. હું તેમના નિવેદનને એટલે ગંભીરતાથી નથી લેતો, કારણ કે આખો દેશ સંઘ અને ભાજપની દેશભક્તિથી પરિચિત છે. અમારે દિગ્વિજય સિંહના પ્રમાણની જરૂર નથી. દિગ્વિજય સિંહ, ઓસામાજી અને હાફિઝજી કહેનારા નેતા છે. તેઓ વિવાદિત નિવેદનો એટલે આપે છે કારણ કે, તેઓ સમાચારમાં રહે. તેઓ અને તેના નેતા જો પાકિસ્તાન ઈચ્છે છે, તે બોલે છે. એવા નેતાઓને હું ગંભીરતાથી નથી લેતો અને ન તો કોઈ દેશ લે છે.'

આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

કહ્યું શું હતું દિગ્વિજયે?
સમાચાર એજન્સી એએનઆઈએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં દિગ્વિજય સિંહ એમ કહેતા નજર આવી રહ્યા છે કે તેમણે કહ્યું કે ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી પૈસા લઈ રહ્યા છે, તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. દિગ્વિજય સિંહના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. આ પહેલા રાહુલ ગાંધીએ કશ્મીર પર આપેલા નિવેદનના કારણે તેમને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. બાદમાં રાહુલે સફાઈ પણ આપવી પડી હતી. આવામાં દિગ્વિજય સિંહના આ નિવેદન બાદ કોંગ્રેસની આલોચના થવાનું નક્કી છે.

digvijaya singh congress bharatiya janata party