કૉંગ્રેસનો કટાક્ષ, 2019માં હારશે તો 200 વર્ષ સુધી ભાજપને નહીં મળે સત્તા

21 January, 2019 07:07 PM IST  | 

કૉંગ્રેસનો કટાક્ષ, 2019માં હારશે તો 200 વર્ષ સુધી ભાજપને નહીં મળે સત્તા

અહેમદ પટેલે કર્યા ભાજપ પર પ્રહાર

કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અહેમદ પટેલે ભાજપ અધ્યક્ષ અમિત શાહના 50 વર્ષ સુધી શાસન કરવાના નિવેદનને નિશાને લીધું. તેમણે ટ્વીટ કરી કહ્યું કે તેઓ(ભાજપ) 50 વર્ષ સુધી સત્તા પર રહેવા માંગે છે, પરંતુ તેમને ડર છે કે તેઓ હાર્યા તો 200 વર્ષ સુધી પાછા નહીં આવી શકે.


અહેમદ પટેલે દાવો કર્યો કે લોકો પહેલા ભાજપ 50 વર્ષ સુધી સત્તામાં ટકી રહેવાનો દાવો કરતા હતા તેઓ હવે કહી રહ્યા છે કે જો હવે તેઓ આ વખતે હારી ગયા તો 200 વર્ષ સુધી સત્તામાં પાછા નહીં આવી શકે.


પટેલે ટ્વીટ કર્યું કે, 'વિપક્ષી દળોના સાથે આવવાનો એક જ હેતુ છે કે ભારતના બંધારણની રસ્તા કરવામાં આવે.જે લોકોએ બંધારણને નબળું પાડ્યું છે અને તેની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો છે, તેઓ વિપક્ષી એકતાને લઈને ખુબ જ ગભરાયેલા છે'.

...જ્યારે શાહ બોલ્યા, 50 વર્ષ સુધી શાસન કરશે ભાજપ
હાલમાં જ મહારાષ્ટ્રના લાતૂરમાં અમિત શાહે શક્તિ કેન્દ્ર પ્રમુખ સંમેલનને સંબોધિત કરતા લોકસભા ચૂંટણીની તુલના પાણીપતના ત્રીજા યુદ્ધ સાથે કરી હતી. શાહે કહ્યું હતું કે એ લડાઈ બાદ દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યું. જો અમે આ ચૂંટણી જીતીએ છે તો અમારી વિચારધારા આગામી 50 વર્ષો સુધી શાસન કરશે.


amit shah bharatiya janata party congress