કોંગ્રેસનો પીએમ પર હુમલો: અગસ્તા વેસ્ટલેન્ડ બ્લેકલીસ્ટમાંથી બહાર કેમ ?

30 December, 2018 09:12 PM IST  | 

કોંગ્રેસનો પીએમ પર હુમલો: અગસ્તા વેસ્ટલેન્ડ બ્લેકલીસ્ટમાંથી બહાર કેમ ?

કોંગ્રેસનો પીએમ પર પલટવાર

અગસ્તા વેસ્ટલેન્ડને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ વધુ ગરમાયું છે. કોંગ્રેસે મોદી સરકાર પર પલટવાર કરતા ઈડી તરફથી કોર્ટમાં જાહેર કરવામાં આવેલા નિવેદનને ખોટુ કહી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, 'સાચું તો એ છે કે ચોકીદાર જ દાગદાર છે.' આ સાથે જ સરકાર સામે પ્રશ્નો કર્યા છે કે અગસ્તા વેસ્ટલેન્ડને કેમ બ્લેક લીસ્ટોની યાદીમાંથી બહાર કેમ કરવામાં આવ્યું ? કેમ મેક ઈન ઇન્ડિયામાં પાર્ટનરશિપ કરવામાં આવી ?

કોંગ્રેસે મિશેલના નિવેદનને ગણાવ્યું ખોટુ

કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેમની સરકાર 2019માં સરકારમાં આવી તો આ મામલે તે વિગતવાર તપાસ કરાવશે. અને દોષિઓને સજા પણ કરવામાં આવશે. સુરજેવાલાએ મોદી સરકારને એક એક એમ 6 પ્રશ્નો પુછ્યા છે. જેમા અગસ્તા વેસ્ટલેન્ડને બ્લેક લિસ્ટમાંથી કાઢવાની અને મેક ઈન ઈન્ડિયામાં પાર્ટનરશિપ મામલે પણ પ્રશ્નો કરાયા છે. આ સાથે પુછવામાં આવ્યું છે કે અગસ્તા સામે અલગ અલગ ન્યાયાલયમાં ચાલી રહેલી બાબતે સરકારની કેમ હાર થઈ ? બ્લેક લિસ્ટેડ કંપનીને નૌસૈન્ય માટે હેલિકોપ્ટરની ખરીદીમાં બોલી લગાવવાની અનુમતિ કંઈ રીતે આપવામાં આવી ?


ચિદમ્બરમે પણ સાધ્યો નિશાનો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ ટ્વિટ કરી સરકાર અને મીડિયી પર નિશાનો સાધતા કહ્યું હતું કે જો સરકાર, ઈડી, અને મીડિયાનું ચાલે તો દેશમાં કેસની સુનાવણી પણ ટીવી ચેનલો પર થશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ તરફથી કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે મિશેલના નિવેદનના આધારે કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા. અને કહ્યું હતું કે, સત્ય છુપાવવા માટે ચોર જ હવે જોરથી અવાજ કરી રહ્યો છે.

narendra modi congress sonia gandhi