પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો પશ્ચિમ રેલવેને ફરિયાદ કરો

21 July, 2019 11:52 AM IST  |  મુંબઈ

પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો પશ્ચિમ રેલવેને ફરિયાદ કરો

પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો પશ્ચિમ રેલવેને ફરિયાદ કરો

પશ્ચિમ રેલવેએ પ્રવાસીઓને પાંચ જ મિનિટમાં ટિકિટ મળે એ માટે એક નવી પહેલ શરૂ કરી છે. જે પ્રવાસીને નિર્ધારિત પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો તે ૯૦૦૪૪૯૯૯૯૦ નંબર પર કૉલ કરીને ફરિયાદ કરી શકે છે. આ પહેલ મુજબ રેલવેએ એક સર્ક્યુલર દ્વારા રેલવેના નિવૃત્ત કર્મચારીઓને જ નહીં, તેનાં પતિ કે પત્ની અને યુવાન સંતાનોને પણ સ્ટેશન પર એટીવીએમ (ઑટોમૅટિક ટિકિટ વેન્ડિંગ મશીન)માંથી ટિકિટ આપવાની સુવિધા માટે તહેનાત કરવાની મંજૂરી આપી છે.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

નવા સર્ક્યુલરમાં વિભાગનાં કુલ એટીવીએમનાં ૫૦ ટકા મશીનો પરથી ટિકિટ આપવાની મર્યાદા ઉઠાવી લીધી છે. કેટલાં મશીનો પર ટિકિટિંગની સુવિધા આપવી એ નક્કી કરવાની સત્તા સંબંધિત ઝોનના ચીફ હસ્તક રહેશે. પ્રારંભમાં પ્રાયોગિક ધોરણે આ વ્યવસ્થા અંધેરી સ્ટેશન પર કરવામાં આવી છે. સવારે ઉતારુઓના ધસારાને પહોંચી વળવા માટે વધારાની ટિકિટિંગ વિન્ડો શરૂ કરવા સાથે જ બે એટીવીએમ પણ મૂકવામાં આવ્યાં છે.

western railway