West Bengal: CM મમતા બેનર્જીના નાના ભાઈ આશિમ બેનરજીનું કોરોનાને કારણે નિધન

15 May, 2021 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સીએમ મમતા બેનરજીના નાનાભાઇ આસીમ બેનર્જીના નિધન બાદ તેમના ઘરમાં શોકનો માહોલ છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા પછી કોવિડ ગાઇડલાઇન્સ હેઠળ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મમતા બૅનરજી તસવીર સૌજન્ય મિડ-ડે

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઇ આસીમ બેનર્જીનું આજે શનિવારે નિધન થઈ ગયું છે. તેમના મૃત્યુનું કારણ કોરોના વાયરસ જણાવવામાં આવી રહ્યું છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

નિધન પછી પરિવારમાં શોકની લહેર
સીએમ મમતા બેનર્જીના નાના ભાઈ અસીમ બેનર્જીના નિધન બાદ તેમના ઘરમાં શોકનો માહોલ છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ મળ્યા પછી કોવિડ ગાઇડલાઇન્સ હેઠળ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કોરોનાનો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો
જણાવવાનું કે કોરોનાનો કેર વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,26,098 કેસ દેશમાંથી સામે આવ્યા છે, જ્યારે 3890 લોકોના વાયરસને કારણે નિધન થઈ ગયા છે. જો કે, 3,53,299 દર્દીઓ કોરોનાને કારણે રિકવર પણ થયા.

ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ
જણાવવાનું કકે ભારતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,43,72,907 કેસ સામે આવી ચૂક્યા છે અને 2,66,207 દર્દીઓના કોરોનાને કારણે નિધન થઈ ચૂક્યા છે. દેશમાં હાલ કોરોનાના 36,73,802 એક્ટિવ કેસ છે. જ્યારે 18,04,57,579 લોકોને અત્યાર સુધી કોરોનાની વેક્સીન દેશમાં મૂકાઇ ગઈ છે.

national news coronavirus covid19 mamata banerjee west bengal