કાંચીપુરમની સાડીની દુકાનોમાં ધસારાથી કોવિડ કેસ વધવાનો ભય

06 May, 2021 12:58 PM IST  |  Chennai | Agency

ગયા ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન તામિલનાડુમાં કોવિડના કેસો વધતાં વહીવટી તંત્રએ ઘણી દુકાનો બંધ કરાવી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

ચેન્નઈ નજીક આવેલું અને દક્ષિણ ભારતનું ‘સિલ્ક કૅપિટલ’ ગણાતું કાંચીપુરમ સુંદર સાડીઓ માટે જાણીતું છે. દક્ષિણનાં રાજ્યોનાં લોકો લગ્નની મોસમ દરમિયાન અહીં પહોંચે છે અને મે-જૂનમાં ઘણાં લગ્નો યોજાવાનાં હોવાથી આ શહેરમાં ખરીદદારો ઊમટી પડ્યા છે.

ગયા ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન તામિલનાડુમાં કોવિડના કેસો વધતાં વહીવટી તંત્રએ ઘણી દુકાનો બંધ કરાવી દીધી હતી. શહેરની મોટી દુકાનો પણ બંધ છે ત્યારે નાની દુકાનો ગ્રાહકોને આવકારી રહી છે અને કેટલીક દુકાનો તો એકીસાથે ૧૦૦ ગ્રાહકોને પ્રવેશવા દે છે, જેને પગલે કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાવાનો ભય સરજાયો છે.

કેરળમાં દર ચારમાં એક પૉઝિટિવ કેસ
કેરળ રાજ્યમાં કોરોના વાઇરસની પ્રથમ લહેર કરતાં બીજી લહેર વધુ પ્રસરી રહી છે. રાજ્યમાં સરેરાશ દર ચારમાંથી એક વ્યક્તિ કોવિડ સંક્રમિત છે. રાજ્યમાં કોરોનાના નવા ૪૧,૯૫૩ કેસ નોંધાતાં સ્થિતિ વધુ ગંભીર બતાવાઈ રહી છે. રાજ્યમાં કોવિડના હજી ૩,૭૫,૬૫૮ એક્ટિવ કેસ છે.

national news chennai coronavirus covid19