દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ

09 March, 2026 02:23 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ઝંડા પર ત્રણ પ્રકારના ગલેફ ચડાવવામાં આવે છે. રેશમી અને સૌથી ઉપરના ગલેફ ચડાવવાનો લહાવો લેવા ભક્તો વર્ષો સુધી નામ નોંધાવીને રાહ જોતા હોય છે.

દેહરાદૂનમાં ઐતિહાસિક ઝંડાજી મેળાનો પ્રારંભ, ૧૫ દિવસ ચાલશે ઉત્સવ

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં હોળીના પાંચમા દિવસે એટલે કે ચૈત્ર સુદ પાંચમે શ્રી ગુરુ રામ રાય દરબાર સાહિબમાં ઝંડા મેળો યોજાય છે. આ મેળો ૧૬૭૬ના વર્ષથી ચાલી આવતી પરંપરા છે. ગુરુ રામ રાયજીના જન્મદિવસ નિમિત્તે દેહરાદૂનના શ્રી દરબાર સાહિબમાં ૯૪ ફુટ ઊંચા નવા ધ્વજ દંડનું સ્થાપન કરવામાં આવે છે. આ મેળો સિખ સંગત અને પંજાબથી આવેલા શ્રદ્ધાળુઓ માટે ખૂબ પવિત્ર મનાય છે. આ ધ્વજદંડના આરોહણ માટે મહિનાઓથી તૈયારીઓ થાય છે. ધ્વજ પર ચડાવવાનો ગલેફ સીવવાનું કામ પણ મહિનાઓ પહેલાં શરૂ કરવામાં આવે છે. આ હાથસિલાઈથી થતું હોવાથી ડઝનબંધ સેવાદારો એમાં ભાગ લે છે. ઝંડા પર ત્રણ પ્રકારના ગલેફ ચડાવવામાં આવે છે. રેશમી અને સૌથી ઉપરના ગલેફ ચડાવવાનો લહાવો લેવા ભક્તો વર્ષો સુધી નામ નોંધાવીને રાહ જોતા હોય છે. ધ્વજારોહણ સમારોહને ઝંડાજી મહોત્સવ પણ કહેવાય છે અને આ મહોત્સવ પછી ૧૫ દિવસ સુધી મેળો ચાલે છે જેમાં સિખોની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના અનેક કાર્યક્રમો હાથ ધરાય છે.

punjab festivals culture news uttarakhand national news