CBIએ નીરવ મોદી અને તેના ભાઈની સંપત્તિ જપ્ત કરવાની માંગી મંજૂરી

29 August, 2019 08:58 AM IST  |  નવી દિલ્હી

CBIએ નીરવ મોદી અને તેના ભાઈની સંપત્તિ જપ્ત કરવાની માંગી મંજૂરી

નીરવ મોદી ફરતે કસાયો સકંજો

સીબીઆઈએ બુધવારે પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદી, તેમના ભાઈ નીશાલ મોદી અને સહયોગી સુભાષ પરબ સહિત અન્ય આરોપીઓને લઈને સીબીઆઈની વિશેષ અદાલતમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. સાથે જ એજન્સીએ તેમને અપરાધી ઘોષિત કરવાની માંગણી કરી છે.

તપાસ એજન્સીએ આ મામલામાં ગયા વર્ષે ત્રણ આરોપીઓની સામે આરોપ પત્ર દાખલ કરીને વૉન્ટેડ બતાવ્યા હતા. એજન્સીએ સીબીઆઈ ન્યાયાધીશ વી સી બારડેની સામેની યાચિકામાં સીબીઆઈએ દાવો કર્યો હતો કે આરોપી મામલો દાખલ થાય તે પહેલા જ દેશ છોડીને જઈ ચુક્યા હતા. એવામાં તેમની સામે વૉરંટ ન આપી શકાયું.

ઠેકાણાઓની નથી પડી ખબર
નીરવ મોદીની જ્યા લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. તો તેના ભાઈ નીશાલ અને સહયોગી પરબના ઠેકાણાઓની હજી ખબર નથી પડી. ભારતમાં નીરવ મોદીની પ્રત્યાર્પણની પ્રક્રિયા લંડનની એક સ્થાનિક અદાલતમાં પેન્ડિંગ છે.

નીરવ મોદીની કંપનીમાં અધિકારી હતો પરબ
આ આવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પરબ નીરવ મોદીની કંપનીમાં અધિકારી હતો. આવેદન પ્રમાણે, આરોપી અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલા વૉરંટથી બચવા માટે દેશ છોડીને ભાગી ગયો છે. એટલા માટે અનુરોધ કરવામાં આવે છે કે કૃપા કરીને આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવે.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

શું છે પીએનબી સ્કેમ
નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકને લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ લગાવ્યો છે. ફેબ્રુઆરી 2018માં જ્યારે પીએનબી ગોટાળો દેશ સામે આવ્યો હતો ત્યારથી જ નીરવ મોદી ફરાર હતો. જે બાદ તેની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈને તેની અનેક કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

Nirav Modi national news