પશુઓના સ્મગલિંગના કેસમાં તૃણમૂલના નેતાની ધરપકડ

12 August, 2022 08:24 AM IST  |  Bolpur | Gujarati Mid-day Correspondent

તૃણમૂલ કૉન્ગ્રેસના સિનિયર નેતા અનુબ્રત મંડલની પશ્ચિમ બંગાળના બોલપુરમાં તેમના નિવાસસ્થાનેથી ગઈ કાલે ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

સીબીઆઇએ પશુઓના સ્મગલિંગના કેસમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સિનિયર નેતા અનુબ્રત મંડલની પશ્ચિમ બંગાળના બોલપુરમાં તેમના નિવાસસ્થાનેથી ગઈ કાલે ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર ન આપતા હોવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સીબીઆઇની ટીમ બિરભૂમ જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ મંડલના ઘરે ગઈ કાલે વહેલી સવારે આવી પહોંચી હતી. લગભગ એક કલાક પૂછપરછ ચાલી હતી, જેના પછી મંડલની ધરપકડ કરવામાં આવી હતી. મંડલને મેડિકલ હેલ્થ ચેક-અપ માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તૃણમૂલ કૉન્ગ્રેસના આ નેતાને છેલ્લા કેટલાક દિવસમાં સીબીઆઇ સમક્ષ હાજર થવા માટે બબ્બે વખત કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ તબિયત ખરાબ હોવાનું કારણ આગળ ધરીને હાજર નહોતા થયા.

national news trinamool congress west bengal central bureau of investigation