08 January, 2026 07:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ‘દેશનાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના ૯ કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા દેશના સૌથી મોટા વેપારી સંગઠન CAITના તત્ત્વાવધાન હેઠળ દિલ્હીના ભારત મંડપમ ખાતે આગામી ૧થી ૪ મે દરમ્યાન ‘ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬’ નામે રાષ્ટ્રીય સ્તરના વેપાર-પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.’
શંકર ઠક્કરને આ રાષ્ટ્રીય સ્તરના ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ના બોર્ડના માનનીય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વિશ્વસ્તરીય પ્રદર્શનની પૂર્વતૈયારી વિશે ચર્ચા કરવા માટે ૭ અને ૮ જાન્યુઆરીએ દિલ્હીમાં ભારતીય વ્યાપાર મહોત્સવ ૨૦૨૬ના બોર્ડના સભ્યો તેમ જ દેશના અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગકારોની અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે જેમાં કાર્યયોજનાની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.