Budget 2020: દેશના આ 8 બજેટની હોય છે સૌથી વધુ ચર્ચા, જાણો શું છે ખાસ...

26 January, 2020 08:09 AM IST  |  Mumbai Desk

Budget 2020: દેશના આ 8 બજેટની હોય છે સૌથી વધુ ચર્ચા, જાણો શું છે ખાસ...

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના બજેટ રજૂ કરશે. સીતારમણનું આ બીજું બજેટ હશે. 31 જાન્યુઆરીના આર્થિક સર્વેક્ષણ જાહેર થશે. જણાવીએ કે સરકાર હવે એક જ બજેટ રજૂ કરે છે, હવે રેલ બજેટ અલગથી રજૂ કરવામાં આવતું નથી. ભારતમાં અત્યાર સુધી જેટલા બજેટ રજૂ કરવામાં આવ્યા છે તેમાંથી કેટલાક બજેટ ઘણીવાર ચર્ચામાં રહ્યા. અમે તમને હાલ એવા જ બજેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...

જણાવીએ કે ભારતનું પહેલું બજેટ એક અંગ્રેજ જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860ના રજૂ કર્યું હતું. જેમ્સ બ્રિટિશ વાયસરાય કાઉન્સિલના મેમ્બર(ફાઇનાન્સ) હતા. આઝાદી પહેલા બનેલી ભારતની ઇન્ટરિમ સરકારનું બજેટ લિયાકત અલી ખાંએ રજૂ કર્યું હતું. આ બજેટ 9 ઑક્ટોબર, 1946થી લઈને 14 ઑગસ્ટ 1947 સુધીનું હતું. ભારતની આઝાદી બાદના બજેટની ચર્ચા કરીએ તો આઝાદ ભારતનું પહેલું બજેટ તત્કાલીન નાણાંમંત્રી આરકે ષણમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947માં રજૂ કર્યું હતું. આ એક ઇન્ટરિમ બજેટ હતું.

1967-68નું બજેટ
પહેલી વાર બજેટને ઉપપ્રધાનમંત્રી (મોરારજી દેસાઈ)એ રજૂ કર્યું હતું, જે નાણાંમંત્રી પણ હતાં. એક વિશેષ સમ્માનમાં પોતાની રીતનું પહેલું બજેટ હતું.

1968-69નું બજેટ
આ બજેટને 'સ્પાઉસ અલાઉંસ' સમાપ્તિ માટે પણ યાદ કરવામાં આવે છે. આ ટેક્સ બચાવવાની એક રીત હતી. આનો ફાયદો એ હતો કે પતિ અને પત્ની બન્ને ઇનકમ ટેક્સ બચાવતાં હતા.

1969-70નું બજેટ
બજેટ રજૂ થયા પછી કેટલાક ઉત્પાદોની કિંમતમાં ઝડપથી વધારો થયો, હકીકતે 'સ્ટેટસ સિંબલ' તરીકે જોવાને કારણે કરમાં વૃદ્ધિ કરવામાં આવી હતી. આવી આયાતિત કાર જેમની ડ્યૂટી 60થી વધારી 100 ટકા કરી દેવામાં આવી હતી, આને અન્ય લગ્ઝરી વસ્તુઓની સરખામણીમાં લાવવામાં આવ્યું જેને સ્ટેટસ સિંબલ રૂપે જોવામાં આવ્યું.

1970-71નું બજેટ
આ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યું હતું, જે તે વખતે નાણાંમંત્રી પણ હતા.

1971-72
આ બજેટ બાદ રોકડમાં ટિકિટ ખરીદવા પર 20 ટકા ટેક્સ આપવાનું રહેશે. અને વિદેશી ચલણમાં ટિકિટ માટે પેમેન્ટ કરે છે તો આના પર ટેક્સ નહીં લાગે. આ બજેટમાં રોકડ સોદા પર અંકુશ લાદવા માટે એક નવી વ્યવસ્થા કરવામાં આવી જેની સીધી અસર પર્યટકો પર પડી હતી.

1972-73
આમાં ક્રૉસવર્ડ પઝલ્સને હલ કરીને જીતેલા પુરસ્કારો પર 34.5 ટકાનું ટેક્સ પ્રસ્તાવિત કરી દેવામાં આવ્યું. આ બજેટ શબ્દો અને સાહિત્યથી પ્રેમ કરનારા માટે સારું સાબિત થયું નથી.

1974-75
આમાં ઇનકમ ટેક્સ અને સરચાર્જને 97.75 ટકાથી 75 ટકા કરી દેવામાં આવ્યું. આ બજેટમાં ઇનકમ ટેક્સ સ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવ્યો.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

1975-76
આ બજેટમાં સરકારી કર્મચારીઓને ઇન્સેન્ટિવ બોનસ સ્કીમનો લાભ શરૂ કરવામાં આવ્યો જેથઈ પોતાના ભવિષ્ય નિધિ ખાતાંથી ઘણીવાર પૈસા કાઢી શક્યા નહીં.

business news railway budget national news