જમ્મુ અને કાશ્મીરના સામ્બામાં ઘૂસણખોરી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદી BSFએ ઠાર કર્યા

10 May, 2025 08:28 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આશરે ત્રણથી ચાર આતંકવાદીઓ પાકિસ્તાની સીમામાં પાછા ફરવામાં સફળ રહ્યા હતા. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે.

જમ્મુ અને કાશ્મીરના સામ્બામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવતાં ઓછામાં ઓછા સાત આતંકવાદીઓને ઠાર

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ ૮ અને ૯ મેની રાતે જમ્મુ અને કાશ્મીરના સામ્બામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવતાં ઓછામાં ઓછા સાત આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જોકે આશરે ત્રણથી ચાર આતંકવાદીઓ પાકિસ્તાની સીમામાં પાછા ફરવામાં સફળ રહ્યા હતા. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન રેન્જર્સ ધાંધર પોસ્ટથી સરહદપારથી ગોળીબાર કરીને ૧૦થી ૧૨ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરી રહ્યા હોવાથી BSFએ પાકિસ્તાનની ધંધાર પોસ્ટને પણ વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. આતંકવાદીઓને ઠાર કરવાની ઘટનાનો વિડિયો પણ BSFએ શૅર કર્યો હતો.

ઉરીમાં એક મહિલાનું મૃત્યુ
કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં રજરવાનીથી બારામુલ્લા જઈ રહેલું એક વાહન મોહુરા પાસે ઝપેટમાં આવતાં નરગીસ બેગમ નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. એક મહિલા ઘાયલ થઈ હતી.

આકાશમાં જ ખાતમો

ગઈ કાલે જમ્મુમાં બ્લૅકઆઉટ દરમ્યાન ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમે આકાશમાં કેટલાંક ઑબ્જેક્ટ્સને આંતર્યાં હતાં.

Border Security Force jammu and kashmir kashmir pakistan india ind pak tension Pakistan occupied Kashmir Pok terror attack national news news