ભારતના ખેલ પ્રધાન કિરણ રિજિજુએ પણ પગથી ખોલ્યું બૉટલનું ઢાંકણ

13 July, 2019 09:40 AM IST  | 

ભારતના ખેલ પ્રધાન કિરણ રિજિજુએ પણ પગથી ખોલ્યું બૉટલનું ઢાંકણ

કિરણ રિજિજુ

આજકાલ સોશ્યલ મીડિયામાં #BottleCapChallengeનો વાયરો વાઈ રહ્યો છે. આમ લોકોથી લઈને બૉલીવુડ સ્ટાર્સ પણ આ ચૅલેન્જ જાતે ઉપાડે છે અને પછી બીજાને ચૅલેન્જ પાસઑન કરે છે. જોકે પગેથી બૉટલનું ઢાંકણું ખોલવાની આ ફિટનેસ ચૅલેન્જ ભારતના રમતગમત વિભાગના પ્રધાન કિરણ રિજિજુએ પણ ઉપાડી છે. એટલું જ નહીં, તેમણે આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેઅર પણ કર્યો છે જે જબરો વાઇરલ થયો છે. આ વિડિયો સાથે તેમણે ભારતીયોને ફિટનેસ પર ધ્યાન આપવાની અને ડ્રગ્સ જેવી નશીલી ચીજોથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ચૅલેન્જમાં વ્યક્તિએ સ્પિન કરીને બૅક કિક દ્વારા લગભગ કમર સુધીની હાઇટ પર મૂકેલી બૉટલનું ઢાંકણું પગેથી ખોલવાનું છે.

આ પણ વાંચો : US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

૪૭ વર્ષના કિરણ રિજિજુએ આ ચૅલેન્જ પૂરી કરીને પોતાની ફિટનેસનો પણ પરચો દેખાડ્યો છે. અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને કેટલાક યુઝર્સે લખ્યું છે કે, ‘તમે તો ભારતના સૌથી પરફેક્ટ ખેલમંત્રી છો.’

 

sports sports news