મહારાષ્ટ્રમાં ભાજપની પીછે હટ, શિવસેના-કોંગ્રેસને સરકાર રચવા શુભેચ્છા

10 November, 2019 07:15 PM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં ભાજપની પીછે હટ, શિવસેના-કોંગ્રેસને સરકાર રચવા શુભેચ્છા

ભાજપ મહારાષ્ટ્રમાં સરકરા નહીં બનાવે

મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલી રહેલ સત્તાની ખેંચતાણ વચ્ચે ભાજપે સરકાર રચવાને લઇને પીછેહટ કરી છે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે રાજ્યપાલને મળીને જાહેર કર્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર નહીં બનાવે. આ સાથે જ મહારાષ્ટ્રમા શિવસેના કોંગ્રેસ અને એનસીપીના સહકાર સાથે રહીનેસરકાર રચે તેવા સંજોગો બની રહ્યા છે અને શિવસેનાના મુખ્યમંત્રી બનશે તે વાત દેખાઇ રહી છે.


શિવસેનાને અમારી શુભેચ્છાઓ : ભાજપ
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે રાજ્યપાલે નવી સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપ્યું હતું. પણ શિવસેનાએ જનાદેશનો અનાદર કરીને અનિચ્છા જાહેર કરી છે. અમે રાજ્યપાલને જણાવી દીધું છે કે અમે સરકાર નહીં બનાવીએ. શિવસેના જનાદેશનું અપમાન કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવે છે તો અમારી શુભેચ્છા.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

ભાજપ પાસે બહુમત હોવા છતાં સરકાર કેમ ન બનાવી : શિવસેના
શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું કે, તેમને સમજાતું નથી કે જો ભાજપ પાસે બહુમત હતી તો પરિણામ આવવાના 24 કલાકમાં સરકારનો દાવો રજુ કેમ ન કર્યો. ભાજપ સોમવાર સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત ન કરી શકી તો શિવસેના તેમના પ્લાનનો અમલ કરશે. અમારા નેતા વેપારી નથી. ડીલ શબ્દનો અર્થ છે વેપાર એટલે કે નફો-નુકસાન.કોઈની હિંમત નથી કે શિવસેનાના ધારાસભ્યોને તોડી શકે.

mumbai news bharatiya janata party devendra fadnavis shiv sena