PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેશે BIMSTEC દેશોના અધ્યક્ષો

28 May, 2019 10:31 AM IST  | 

PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજર રહેશે BIMSTEC દેશોના અધ્યક્ષો

30 મેના નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ સાથે શપથ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019માં પ્રચંડ બહુમતિ સાથે જીત પ્રાપ્ત કરી છે અને 30 મેના નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ સાથે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં આ વખતે બિમ્સટેકના સભ્ય દેશોની હાજરી આપશે. આ સમિતિમાં ભારત સિવાય નેપાળ,ભૂટાન, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આ દેશોના અધ્યક્ષ હાજરી આપશે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે સાર્ક દેશોના અધ્યક્ષોને હાજરી આપવામાં આવી હતી. આ વખતે બિમ્સટેક દેશોના અધ્યક્ષોને આમત્રંણ આપવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, ભારત સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે બિમ્સટેકનો સદસ્ય દેશોને આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકારની પડોશી પહેલાની નીતિ અંતર્ગત સાથી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય કિરગિસ્તાનના રાષ્ટ્રપતિ સોરોનબાય જેનેબકોવ અને મોરિસિયસના વડાપ્રધાન પ્રાવિન્દ જગન્નાથને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાવિન્દ જગન્નાથ આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસના મુખ્ય અતિથિ હતા. કિરગિસ્તાનના રાષ્ટ્રપતિને આમંત્રણ એટલા માટે આપવામાં આવ્યું છે કે તે હાલમાં શાંઘાઈ સહયોગ સંગઠનના અધ્યક્ષ છે. શાંઘાઈ સહયોગ સંગઠનના મુખ્ય નેતાઓની બેઠક 14-15 જૂને થશે જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

આ પણ વાંચો: ઝારખંડમાં IED બ્લાસ્ટમાં 15 જવાન ઈજાગ્રસ્ત, સર્ચ ઓપરેશન સમયે બ્લાસ્ટ

બિમ્સટેકમાં સાર્કના અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને માલદિવ્સ સિવાય અન્ય દેશો સભ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે, પદ સંભાળતા નરેન્દ્ર મોદી સૌથી પહેલા માલદિવ્સની યાત્રા કરશે આ સિવાય અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની હરકતોને કારણે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં તેમને સ્થાન આપવામાં આવશે નહી.

narendra modi gujarati mid-day national news