PMના સપનામાં આવ્યાં હીરાબા, બિહાર કૉંગ્રેસે હવે બનાવ્યો AI વીડિયો, ભડકી BJP

12 September, 2025 04:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બિહાર કૉંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા હીરાબેન પર બનાવવામાં આવેલા એક એઆઈ વીડિયો પર વિવાદ છેડાયો છે. બીીજેપીએ કૉંગ્રેસ પર પીએમ મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે, અને આને મહિલાઓ તેમજ માતૃશક્તિનું અપમાન પણ ગણાવ્યું છે.

હીરાબાનો બનાવ્યો એઆઈ વીડિયો

બિહાર કૉંગ્રેસ  (Bihar Congress) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) દિવંગત માતા હીરાબેન પર બનાવવામાં આવેલા એક એઆઈ વીડિયો પર વિવાદ છેડાયો છે. બીજેપીએ (Bharatiya Janata Party) કૉંગ્રેસ (Congress) પર પીએમ મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે, અને આને મહિલાઓ તેમજ માતૃશક્તિનું અપમાન પણ ગણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) દિવંગત માતા હીરાબેન પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં જ બિહાર કૉંગ્રેસ દ્વારા તેમની માતા પર બનાવવામાં આવેલા એક એઆઈ વીડિયોને કારણે રાજનૈતિક ઘમાસાણ છેડાયું છે. બીજેપીએ કૉંગ્રેસ પર પીએમ મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્ય છે. બીજેપી નેતાઓએ કહ્યું કે આ મહિલા અને માતૃશક્તિનું અપમાન, હવે કૉંગ્રેસની ઓળખ બની ગઈ છે. કૉંગ્રેસ હવે ગાંધીવાદીને બદલે ગાળોવાદી બની ગઈ છે.

બિહાર કૉંગ્રેસ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતા પર જાહેર કરાયેલા AI વીડિયો પર ભાજપ નેતા શહનાઝ પૂનાવાલાએ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કૉંગ્રેસને પીએમની માતા સાથે દુર્વ્યવહાર કરવાનો કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું કે, કૉંગ્રેસે માત્ર ખોટું બોલીને આરોપીઓનો બચાવ કર્યો નથી, પરંતુ તારિક અનવરનો પણ બચાવ કર્યો છે. હવે બિહાર કૉંગ્રેસે એક ઘૃણાસ્પદ વીડિયો સાથે બધી હદો વટાવી દીધી છે. આ પાર્ટી ગાંધીવાદીને બદલે ગાળોવાદી-અપશબ્દોવાદી બની ગઈ છે. ભાજપ નેતાએ કહ્યું કે, મહિલાઓ અને માતૃશક્તિનું અપમાન કરવું કૉંગ્રેસની ઓળખ બની ગઈ છે.

વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતાનું પાત્ર
બિહાર કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ એક AI વીડિયો જાહેર કર્યો છે, જેમાં પીએમ મોદીની સ્વર્ગસ્થ માતા હીરાબેનનું પાત્ર દર્શાવવામાં આવ્યું છે. આમાં પીએમ મોદીની માતા તેમની સાથે વાત કરતી જોવા મળે છે. આ AI વીડિયોમાં નોટબંધી, બિહારમાં રાજકારણ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જેના પર ભાજપે વાંધો ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, `સાહેબના સપનામાં મા આવી...`

JDUએ પણ નિશાન સાધ્યું
બિહાર કૉંગ્રેસ દ્વારા પોસ્ટ કરાયેલા AI જનરેટ કરેલા વીડિયો પર, JDU નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યું, જ્યારે હાર નિશ્ચિત હોય છે, ત્યારે રાજકીય પક્ષો માટે તેમનું માનસિક સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે... આ વખતનું ટ્વીટ તેમની હતાશા અને ગભરાટ દર્શાવે છે. વડાપ્રધાન મોદીની સ્વર્ગસ્થ માતાને પહેલા તેમના મંચ પરથી દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને પછી આ વીડિયો દ્વારા તેમનું ગંભીર અપમાન કરવામાં આવ્યું છે... આવનારો સમય કૉંગ્રેસ માટે ખૂબ જ મુશ્કેલ બનવાનો છે.

narendra modi bihar congress national news ai artificial intelligence social media twitter news