Bengal: નેતાજીની જન્મજયંતિ પર અથડાયા TMC-BJPના કાર્યકર્તાઓ, થયો લાઠીચાર્જ-ગોળીબાર

23 January, 2022 03:59 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

સ્થિતિને જોતા પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના અવસર પર પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીની રાજનીતિ અટકી નથી. પશ્ચિમ બંગાળના ભાટપારામાં નેતાજીને શ્રદ્ધાંજલિ આપતી વખતે સ્થિતિ એટલી બગડી ગઈ કે ભાજપના સાંસદ અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

પશ્ચિમ બંગાળના બેરકપુરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર રવિવારે TMC અને BJP વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બીજેપી સાંસદ અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો. વાસ્તવમાં, નેતાજીની 125મી જન્મજયંતિ પર નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા માટે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી.

અર્જુન સિંહ ઘટનાસ્થળે પહોંચતા જ ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ અને મારામારી થઈ હતી. ભાજપનો આરોપ છે કે TMC કાર્યકર્તાઓએ અર્જુન સિંહને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ પછી અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ હવામાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો અને અર્જુન સિંહને સલામત સ્થળે લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી.

પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. ભાજપનો આરોપ છે કે અર્જુન સિંહની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. વિસ્તારમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. ટીએમસીનો આરોપ છે કે અર્જુન સિંહના સુરક્ષાકર્મીઓએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, આ બિલકુલ ખોટું છે.

બીજેપી સાંસદ અર્જુન સિંહે કહ્યું કે “અમારા ધારાસભ્ય પવન સિંહ રવિવારે સવારે 10:30 વાગ્યે નેતાજીને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા, ત્યારે ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હતો, ગોળીઓ ચલાવી હતી. ઇંટો પણ ફેંકી... મારા આગમન પર તેઓએ મારા પર હુમલો કર્યો હતો. પોલીસની સામે જ બધું થઈ રહ્યું હતું...મારી કારમાં તોડફોડ કરવામાં આવી હતી.”

ઉલ્લેખનીય છે કે સ્થિતિને જોતા પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે.

national news west bengal trinamool congress bharatiya janata party